Ireland Airbus Plane Bomb Threat: આયરલેન્ડની રાજધાની ડબલિનથી ઈટાલીની રાજધાની રોમ જઈ રહેલા એરબસ A320 (Airbus A320) વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ધમકી મળ્યા બાદ સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક ડાયવર્ટ કરીને ફ્રાન્સના એવરૂ એરબેઝ (Evreux Airbase) પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું હતું.
યુરોપમાં વિમાની સેવાઓને સતત મળી રહેલી ધમકીઓની કડીમાં આ મોટી ઘટના છે. આ બનાવ અંગેની અધિકૃત માહિતી ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુના કાર્યાલય દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ તેને ફ્રાન્સ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો, અને એવરૂ એરબેઝ પર તેનું સફળ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ફ્રાન્સના વડાપ્રધાન કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે, સમગ્ર પરિસ્થિતિ પર સતત કડક નજર રાખવામાં આવી રહી છે અને દેશની તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. આ વિમાન આયરલેન્ડની રાજધાની ડબલિનથી ઈટાલીની રાજધાની રોમ તરફ જઈ રહ્યું હતું અને આ ફ્લાઇટ એરબસ A320 મોડેલનું હતું.
બોમ્બની ધમકી મળ્યા બાદ ફ્રાન્સના એવરૂ એરબેઝ પર વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી યુરોપમાં ફ્લાઈટોને નિશાન બનાવીને આવી બનાવટી અથવા ગંભીર ધમકી મળવાની ઘટનાઓમાં ઝડપી વધારો થયો છે, જેના કારણે તમામ ક્ષેત્રીય સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવચેતી અને સતર્કતા વર્તી રહી છે.
