Zohran Mamdani News: ન્યૂયોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બન્યા જોહરાન મમદાની, જાણો કોણ છે

ભારતીય મૂળના જોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બન્યા છે. મમદાનીએ 67 વર્ષીય પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને હરાવીને આ જીત હાંસલ છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 05 Nov 2025 10:47 AM (IST)Updated: Wed 05 Nov 2025 10:47 AM (IST)
indianorigin-zohran-mamdani-wins-new-york-city-mayor-election-632645

Zohran Mamdani News: અમેરિકાના ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ જોહરાન મમદાનીને શાનદાર જીત મળી છે. ભારતીય મૂળના જોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બન્યા છે. મમદાનીએ 67 વર્ષીય પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને હરાવીને આ જીત હાંસલ છે.

ચૂંટણીનું પરિણામ અને મુખ્ય આંકડા

જોહરાન મમદાનીએ આ ચૂંટણીમાં 948,202 વોટ હાંસલ કરીને NYC મેયરની ચૂંટણી જીતી હતી. મેયરની ચૂંટણી માટે 83 ટકા મતદાન થયું હતું. મમદાનીએ રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવા અને સ્વતંત્ર ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમોને હરાવ્યા હતા. પૂર્વ ગવર્નર કુઓમોને 776,547 વોટ (41.3 ટકા) મળ્યા, જ્યારે સ્લિવાને 137,030 વોટ મળ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પે વોટ ન આપવા માટે અપીલ કરી હતી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જોહરાન મમદાનીને વોટ ન આપવા માટે અપીલ કરી હતી. ટ્રમ્પે આ સાથે જ અપક્ષ ઉમેદવાર અને પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને પોતાનું સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારતીય મૂળના મમદાની મેયરની ચૂંટણી જીતશે તો તે આર્થિક અને સામાજિક આપત્તિ હશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જો ન્યૂયોર્કના લોકો મમદાનીને મત આપશે તો તેઓ ન્યૂયોર્ક સિટી માટે ફેડરલ ફંડ મર્યાદિત કરી દેશે. તેમણે મમદાનીને સામ્યવાદી ઉમેદવાર ગણાવ્યા હતા.

આ મેયરની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ડેમોક્રેટ્સને બમ્પર જીત મળી છે. વર્જીનિયામાં ડેમોક્રેટ અબીગેઇલ સ્પૅનબર્ગરએ જીત હાંસલ કરી અને તેઓ રાજ્યના નવા ગવર્નર બનશે. તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર બનશે. ગઝાલા હાશ્મી ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર હશે. ન્યૂ જર્સીમાં પણ ડેમોક્રેટ મિકી શેરિલ ગવર્નરની ચૂંટણી જીત્યા છે.