પંજાબી માતા-પિતાના દીકરાએ અમેરિકામાં રચ્યો ઇતિહાસ: 42 વર્ષીય રંજીવ પુરી બન્યા મિશિગન હાઉસના સ્પીકર

પંજાબી મૂળના 42 વર્ષીય રંજીવ પુરી અમેરિકાના મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના આગામી સ્પીકર તરીકે ચૂંટાયા. પ્રથમ ભારતીય-અમેરિકન તરીકે આ પદ સુધી પહોંચીને રચ્યો ઇતિહાસ. જાણો તેમની રાજકીય સફર.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 10:44 AM (IST)Updated: Fri, 06 Nov 2026 10:44 AM (IST)
indian-american-ranjeev-puri-elected-michigan-house-speaker

Ranjeev Puri Michigan Speaker: અમેરિકાના રાજકારણમાં ભારતીય-અમેરિકન સમુદાયે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. ડેમોક્રેટિક પક્ષના 42 વર્ષીય નેતા રંજીવ પુરીને મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત પર સુધી પહોંચનારા તેઓ એક માત્ર ભારતીય મૂળના અમેરિકન બન્યા છે.

ગુરુવારે સ્પીકર તરીકે પસંદગી પામ્યા બાદ તેઓએ સોશિયલ મીડિયા પર આ જવાબદારીને એક મોટું સન્માન ગણાવી. સંજીવ પુરીએ જણાવ્યું કે, તેઓ સેનેટના નવનિયૂક્ત મેજોરિટી લીડર ડૈરિન કૈમિલરી અને નવનિર્વાચિત ગવર્નર જોસલિન બેન્સનની સાથે કામ કરવા માટે ઘણા ઉત્સુક છે. કારણ કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવેલા વાયદાઓને સમયસર પૂર્ણ કરવામાં આવી શકે.

સોશિયલ મીડિયામાં પુરીએ લખ્યું કે, આજે તેમના સાથીઓ દ્વારા મિશિગન હાઉસના સ્પીકર તરીકે પસંદ થવું તે મારા માટે ઘણા સન્માનની વાત છે. મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ બધા સાથીઓનો આભાર. હવે હું કામ શરુ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

માતા-પિતાના સંઘર્ષને કર્યું યાદ

પંજાબી મૂળના માતા-પિતાને ત્યાં જન્મેલા રંજીવ પુરીએ તેમની સંઘર્ષભરી અને ઐતિહાસિક યાત્રા પર ભાવુક થઈને કહ્યું કે, જ્યારે મારા માતા-પિતા આ દેશમાં આવ્યા હતા. ત્યારે તેમણે ક્યારેય મનમાં વિચાર્યું પણ નહીં હોય કે, તેમનો દીકરો એક દિવસ ઈતિહાસ બનાવી દેશે. અને તમામ મુશ્કેલીઓેને પાર કરીને મિશિગન હાઉસનું નેતૃત્વ સંભાળશે.. આ જ આ જ અમેરિકાનું સાચું વચન છે.

આ સાથે પુરીએ તે પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ જનતાને આપેલાં વચનો પૂરાં કરવા માટે, નવનિર્વાચિત સેનેટ મેજોરિટી લીડર ડેરિન કેમિલેરી અને નવનિર્વાચિત ગવર્નર જોસેલિન બેન્સન સાથે મળીને કામ કરશે.

ઓબામાના ચૂંટણી પ્રચારથી લઈને સ્પીકરની ખુરશી સુધી

રંજીવ પુરીએ 2008 અને 2012માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચૂંટણી પ્રચારમાં કામ કર્યું હતું. ત્યારબાદ, તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ (MBA)ની પદવી મેળવી અને મિશિગન પાછા ફર્યા, જ્યાં તેમણે ઓટોમોટિવ ઉદ્યોગમાં કામ કર્યું.

સ્ટેટ હાઉસમાં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન, રિપબ્લિકન પક્ષના નિયંત્રણ હેઠળના 110 સભ્યો ધરાવતા 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (પ્રતિનિધિ સભા)માં તેમને ડેમોક્રેટિક કોકસ (પક્ષીય જૂથ)ના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

'ઇન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ'એ ખુશી વ્યક્ત કરી

રંજીવ પુરીને આ જીત બદલ અભિનંદન આપતા, 'ઇન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિંતન પટેલે જણાવ્યું હતું કે, પુરીએ આરોગ્યસંભાળ અને આવાસ સંબંધિત ખર્ચ ઘટાડીને સામાન્ય જનતા માટે જીવન વધુ પરવડે તેવું બનાવવા માટે સતત કામ કર્યું છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુરી મિશિગનના તમામ રહેવાસીઓના - જેમાં દક્ષિણ એશિયાઈ સમુદાયોના લોકોનો પણ સમાવેશ થાય છે - અધિકારો અને સુરક્ષા માટે એક મજબૂત અવાજ બની રહેશે.