India Slams Pakistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં મહિલા, શાંતિ અને સુરક્ષાના મુદ્દે આયોજિત ચર્ચામાં પાકિસ્તાને કાશ્મીરનો વિષય ઉઠાવ્યો. જેના પર ભારતે તેમને વિશ્વ બિરાદરી સામે જ ફટકાર લગાવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટે ઝરદારી (Bilawal Bhutto Zardari) દ્વારા કાશ્મીરનો વિષય ઉઠાવવામાં આવતા UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે કહ્યું કે- આવા દુષ્પ્રચારનો જવાબ આપવો પણ યોગ્ય નથી, આ અવાંછિત છે.
UNમાં બિલાવલ ભુટ્ટોએ કાશ્મીર મુદ્દે રોદાણાં રોયાં
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવાલ ભુટ્ટોએ કાશ્મીર મુદ્દે કરેલી ટિપ્પણીનો જવાબ આપતા રુચિરા કમ્બોઝે મંગળવારે તેમના નિવેદનને- આધારહીન અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું. રુચિરાએ કહ્યું- પોતાના ભાષણને સમાપ્ત કરતા પહેલા હું કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને લઈને પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી ઓછી, આધારહીન અને રાજનીતિથી પ્રેરિત ટિપ્પણીને ફગાવી રહી છું.
મહિલા, શાંતિ અને સુરક્ષાના વિષય પર થઈ રહી હતી ચર્ચા
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલા, શાંતિ અને સુરક્ષા વિષય પર ચર્ચા દરમિયાન રુચિરા કમ્બોજે કહ્યું- મારું પ્રતિનિધિમંડળ માને છે કે આવા દુર્ભાવનાપૂર્ણ અને ખોટા પ્રચારનો જવાબ આપવો પણ યોગ્ય નથી. તેનાથી ઉલટું અમારું ધ્યાન સકારાત્મક અને આગળના વિચારવાળા હોવા જોઈએ. આજની ચર્ચા મહિલા, શાંતિ અને સુરક્ષાના એજન્ડાને સંપૂર્ણપણે લાગુ કરવાની અમારા સામૂહિક પ્રયાસને મજબૂત કરવાને લઈને મહત્વના છે.
મહિલા, શાંતિ અને સુરક્ષા વિષયને જરુરી ગણાવતા ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે અમે આ મુદ્દે ચર્ચાના વિષયનું સન્માન કરીએ છીએ અને સમયના મહત્વને પણ માન્યતા આપીએ છીએ. આપણું ધ્યાન આ વિષય પર જરુર કેન્દ્રિત હોવું જોઈએ.
વારંવાર પાકિસ્તાનને લાગી રહી છે લપડાક
રુચિરા કમ્બોજની આ તીખી પ્રતિક્રિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર UNSCમાં આ મહિનાના અધ્યક્ષ મોઝામ્બિકના નેતૃત્વમાં થયેલી ચર્ચા દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટે ઝરદારી દ્વારા જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કર્યા બાદ આવી છે. પાકિસ્તાન દ્વારા આ રીતે કોઈ અન્ય વિષયની ચર્ચાવાળી બેઠકમાં કાશ્મીરનો રાગ આલાપવામાં આવે છે, જેને લઈને તેમણે વારંવાર લપડાક લાગી છે. હાલમાં જ પાકિસ્તાનના મંત્રી હિના રબ્બાની ખારે પણ આવું જ કર્યું હતું, ત્યારે પણ તેને ભારતીય પ્રતિનિધિએ જોરદાર જવાબ આપ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
