India Pakistan Relations: નવાઝ શરીફના ઘરમાં લગ્ન અને ભારતીય ડિઝાઇનરની એન્ટ્રી, ભડક્યા પાકિસ્તાનીઓ; ઇન્ટરનેટ પર બબાલ

ઘણા લોકોએ પાકિસ્તાની ડિઝાઇનર્સની અવગણના પર સવાલ ઉઠાવ્યા હતા જ્યારે અન્ય લોકોએ દુલ્હનની વ્યક્તિગત પસંદગીને ટેકો આપ્યો હતો. ભારત-પાકિસ્તાન સંવેદનશીલ સંબંધો વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 18 Jan 2026 09:42 PM (IST)Updated: Mon, 19 Jan 2026 01:15 AM (IST)
india-pakistan-relations-wedding-at-nawaz-sharifs-house-and-entry-of-indian-designer-pakistanis-furious-internet-uproar
HIGHLIGHTS
  • નવાઝ શરીફના પૌત્ર જુનૈદ સફદરના બીજા લગ્ન
  • દુલ્હને ભારતીય ડિઝાઇનર્સ સબ્યસાચી અને તરુણ તાહિલિયાનીના કપડાં પહેર્યા
  • ભારતીય કપડાં પર પાકિસ્તાની સોશિયલ મીડિયા પર ભારે રોષ

Nawaz Sharif Grandson Wedding: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા સંવેદનશીલ રહ્યા છે. ભાગલા પછી, બંને દેશો વચ્ચે ઘણી વખત તણાવ ભડક્યો છે. એપ્રિલ 2025માં પહેલગામ હુમલા પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ અને બંને દેશો યુદ્ધની નજીક હોવાનું માનવામાં આવતું હતું.

આ સંદર્ભમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પરિવાર સાથે સંકળાયેલા એક લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. દુલ્હન દ્વારા ભારતીય ડિઝાઇનર કપડાં પહેરવાની પસંદગીથી પાકિસ્તાની સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો છે .

કોના લગ્ન હતા ?
નવાઝ શરીફના પૌત્ર જુનૈદ સફદરે લાહોરમાં શાંજેહ અલી રોહેલ સાથે લગ્ન કર્યા. લગ્ન ખાનગી હોવા છતાં, દુલ્હનના પોશાકે રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી હતી. જુનૈદ સફદર પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ અને સંસદ સભ્ય મોહમ્મદ સફદર અવનનો પુત્ર છે. મરિયમ નવાઝ પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે.

જુનૈદ સફદરના આ બીજા લગ્ન છે. તેણે 2021માં આયેશા સૈફ ખાન સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ ઓક્ટોબર 2023માં ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. નવા લગ્ન પછી દુલ્હનનો પોશાક ચર્ચાનું કેન્દ્ર બન્યો જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ.

દુલ્હનનો પોશાક આકર્ષણનું કેન્દ્ર રહ્યાં
મહેંદી સમારંભમાં શાહજેહ અલીએ ભારતીય ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા બનાવેલ લીલો લહેંગા પહેર્યો હતો, જેમાં સોનાની જરી વર્ક અને ડબલ દુપટ્ટો હતો. મુખ્ય લગ્ન સમારંભમાં તેણીએ તરુણ તાહિલિયાની દ્વારા બનાવેલ લાલ સાડી પહેરી હતી. લાલ બુરખો અને આકર્ષક બન સાથેનો તેનો લુક ખૂબ જ લોકપ્રિય રહ્યો હતો.

આ તસવીરો પાકિસ્તાન સિટીઝન મીડિયા પોર્ટલ દ્વારા શેર કરવામાં આવી છે. ડાયલૉગ પાકિસ્તાને શેર કર્યું જેનાથી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર જોવા મળ્યું. ઘણા યુઝર્સે પ્રશ્ન કર્યો કે આટલા પ્રખ્યાત રાજકીય પરિવારની પુત્રવધૂએ પાકિસ્તાની ડિઝાઇનરો કરતાં ભારતીય ડિઝાઇન કેમ પસંદ કરી.

પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે ભરાયા
એક યુઝરે લખ્યું કે પાકિસ્તાની રાજકારણીઓ સૌથી વધુ ભારત તરફી લાગે છે. બીજાએ કહ્યું કે પાકિસ્તાની ડિઝાઇનરો પણ એટલા જ સારા ડ્રેસ બનાવી શક્યા હોત. જોકે , કેટલાક લોકોએ દુલ્હનને ટેકો આપતા કહ્યું કે આ તેના અંગત લગ્ન હતા અને તેને જે જોઈએ તે પહેરવાનો સંપૂર્ણ અધિકાર છે.