Pervez Musharraf passes away. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ રવિવારે UAE ખાતેની અમેરિકન હોસ્પિટલમાં નિધન થયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં તેમના પરિવારના સભ્યોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ ફોર-સ્ટાર જનરલ એમીલોઇડિસિસને કારણે મૃત્યુ પામ્યા હતા. અહેવાલો મુજબ, તેમને બિમારીને કારણે થોડા અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/1622113222533971968
લાંબા સમયથી અમાઇલોઇડોસિસ બીમારીથી પિડાતા હતા
મુશર્રફ ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતા. ટ્વિટર પર માહિતી આપતાં તેમના પરિવારે કહ્યું હતું કે તે અમાઇલોઇડોસિસ નામની બીમારીથી પીડિત છે, જેના કારણે તેમનાં તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે તે રિકવરી થઈ શકે તેમ નહોતા.બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, અમાઇલોઇડોસિસ એ દુર્લભ અને ગંભીર રોગ છે. આમાં, માનવ શરીરમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બનવાનું શરૂ થાય છે. તે હૃદય, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, મગજ વગેરે જેવા અવયવોમાં જમા થવા લાગે છે, જેના કારણે આ અવયવોની પેશીઓ યોગ્ય રીતે કામ કરી શકતી નથી.
આ પણ વાંચો: Pervez Musharraf Dies: મુશર્રફે કારગીલ યુદ્ધની યોજના બનાવી હતી, પાકિસ્તાનના વડાપ્રધાનને પણ દગો આપ્યો હતો
પરવેઝ મુશર્રફ 1998માં જનરલ બન્યા હતા
જણાવી દઈએ કે, વર્ષ 1998માં પરવેઝ મુશર્રફ જનરલ બન્યા હતા. તેઓએ ભારત સામે કારગીલ જેવા યુદ્ધનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ભારતના બહાદુર સૈનિકોએ તેમની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી. જનરલ મુશર્રફે તેમની જીવનચરિત્ર 'ઇન ધ લાઇન ઓફ ફાયર - અ મેમોઇર'માં લખ્યું છે કે તેમણે કારગીલને કબજે કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ નવાઝ શરીફના કારણે તેઓ આમ કરી શક્યા નહીં.