Imran Khan On India: ઈમરાન ખાને ફરી ભારતના વખાણ કર્યા, પાકિસ્તાન માટે આ બાબતે અફસોસ વ્યક્ત કર્યો

By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Mon, 10 Apr 2023 12:23 PM (IST)Updated: Mon, 10 Apr 2023 12:23 PM (IST)
former-pakistan-prime-minister-imran-khan-praises-india-once-more-for-obtaining-russian-oil-at-a-lower-price

Imran Khan praises India: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. ઈમરાન ખાને એક વીડિયો શેર કરતા ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, ભારતે અમેરિકાના વિરોધ છતાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે, પરંતુ પાકિસ્તાન એવું કરી શક્યું નથી. તેમણે કહ્યું કે ભારતની જેમ અમે પણ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા ઈચ્છતા હતા, પરંતુ એવું થઈ શક્યું નહીં. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા માંગતું હતું, પરંતુ તેઓ આમ કરી શક્યા નહીં કારણ કે તેમની સરકાર પડી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું, 'અમે ભારતની જેમ સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ મેળવવા માંગતા હતા, પરંતુ દુર્ભાગ્યવશ મારી સરકાર અવિશ્વાસ પ્રસ્તાવને કારણે પડી ગઈ.' વાસ્તવમાં, પાકિસ્તાનના પૂર્વ પીએમ. ઈમરાન ખાન 23 વર્ષમાં રશિયાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હતા. પરંતુ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાની મુલાકાત લેવા છતાં તે પુતિનને ક્રૂડ ઓઈલના સોદા માટે મળી શક્યા નથી. અમેરિકાએ તેમના પ્રવાસનો વિરોધ કર્યો અને ઈમરાન ખાને તેમની સરકારના પતન પાછળ અમેરિકાનો હાથ હોવાનું જણાવ્યું.

પાકિસ્તાન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આ દિવસોમાં ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં ખાવા માટે લોટ નથી, રાંધણગેસની અછત, વીજળીની કટોકટીથી સામાન્ય જનજીવન પરેશાન છે. જ્યારે દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતની જેમ રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદવા માંગતું હતું, પરંતુ અમેરિકન દબાણ અને તેની પોતાની આર્થિક સ્થિતિ કથળી જવાને કારણે આ શક્ય બન્યું ન હતું.

ઈમરાન પહેલા પણ પાડોશી દેશ ભારતના વખાણ કરી ચૂક્યા છે
ઈમરાન ખાન ભલે દુશ્મન દેશ પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા હોય, પરંતુ તેઓ આ પહેલા પણ ઘણી વખત ભારતના વખાણ કરી ચૂક્યા છે. તેમણે સપ્ટેમ્બર 2022માં એક જાહેર સભામાં કહ્યું હતું કે, નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઈ નેતા પાસે અબજોની સંપત્તિ નથી, આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારત બહાર કેટલી સંપત્તિ છે. આ પહેલા મે 2022માં ઈમરાન ખાને અમેરિકાના દબાણ છતાં રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની પ્રશંસા કરી હતી.