Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના આચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનના ફૈજાબાદમાં ફરી વખત ભૂકંપ આવ્યો છે અને તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીએ આ અંગે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે રવિવારે લગભગ બપોરના સમયે ફૈજાબાદમાં ભૂકંપ આવ્યો ગતો અને તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 13 ફેબ્રુઆરીના રોજ ફૈજાબાદમાં ભૂકંપ અનુભવાયો હતો અને તે પૂર્વોત્તર શહેરથી 100 કિમી દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની માહિતી પ્રમાણે અગાઉ આવેલો આ ભૂકંપ સવારે લગભગ સાત વાગે અનુભવાયો હતો.
https://twitter.com/ANI/status/1642490109097553923
આ અગાઉ 29મી માર્ચના રોજ પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. 22મી માર્ચના રોજ પણ અફઘાનિસ્તાનમાં ભીષણ ભૂકંપ આવ્યો હતો.
તે સમયે ભારે નુકસાન થયું હતું. ભૂકંપને લીધે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 12 લાકોના મોત થયા હતા, જ્યારે આશરે 250 લોકોને ઈજા પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રત્યેક વર્ષ દુનિયામાં આશરે 20 હજાર જેટલા ભૂકંપ આવે છે. જાણકારોના મતે 20 હજારમાંથી આશરે 100 ભૂકંપ એવા હોય છે કે જેને લીધે નુકસાન પહોંચે છે.
અત્યાર સુધીમાં ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી રહેતા ભૂકંપ હિંદ મહાસાગરમાં વર્ષ 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અહેસાસ કરવામાં આવ્યો હતો.