Chinese App ban. ચીનની એપ પર સરકારે ફરી એકવાર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. હવે સુરક્ષાને ટાંકીને સરકારે ચાઈનીઝ લિંક ધરાવતી 200થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સમાં 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન એપ્સનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલય તરફથી માહિતી મળી છે કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ તાત્કાલિક અને ઈમરજન્સી ધોરણે આ ચાઈનીઝ લિંક્ડ એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
રિપોર્ટ અનુસાર, ગૃહ મંત્રાલયે 6 મહિના પહેલા 288 ચાઈનીઝ લોન એપ પર દેખરેખ શરૂ કરી હતી. તેમાંથી 94 એપ્સ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે અને અન્ય થર્ડ પાર્ટી લિંક્સ દ્વારા કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા આ અઠવાડિયે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY)ને આ એપ્સને બ્લોક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે બાદ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
https://twitter.com/ANI/status/1622117490565455874
કટોકટીના કારણોસર પ્રતિબંધિત
અહેવાલો અનુસાર, તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો તેમજ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. જેના પગલે 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન એપ્સ જેમાં આ ચાઈનીઝ લિંક્સ છે તેને તાત્કાલિક ધોરણે પ્રતિબંધિત અને બ્લોક કરવામાં આવી છે.
લોન એપ્સ બ્લેકમેલ પણ કરે છે
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ લોન એપ યુઝર્સની અંગત માહિતીને બ્લેકમેલ કરવા અને ચોરી કરવા માટે સરકારની નજર હેઠળ છે. આ એપ્સ કોઈપણ કાગળ વગર અને KYC વગર લોન આપે છે. આવી સ્થિતિમાં, લોકોને આ એપ્સથી લોન લેવી સૌથી સરળ અને ઝડપી પ્રક્રિયા લાગે છે અને લોકો તેનો શિકાર બને છે. ઘણી વખત લોકો દેવું અને બ્લેકમેલથી પરેશાન થઈને આત્મહત્યા પણ કરી લે છે.