Coronavirus Cases Wave in China: ચીનમાં હાલમાં નવી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. આ મામલે ચીનનો સ્વાસ્થ્ય વિભાગ કોરોનાની નવી લહેરને લઈને ઘણો એક્ટિવ અને એલર્ટ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ રસીકરણ પર ભાર આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જૂન મહિના સુધીમાં આ નવો વેરિએન્ટ સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, જૂન મહિનામાં ચીનમાં કોરોનાની લહેરથી લગભગ 65 મિલિયન લોકોના સંક્રમિત થવાની સંભાવના છે.
હાલ ચીનમાં કોરોનાના કેસ વધવાનું કારણ XBB વેરિએન્ટ છે. એપ્રિલ માસથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીની મહામારી વૈગ્યાનીક ઝોંગ નાનશાનએ કહ્યું કે, XBB ઓમિક્રોન વેરિએન્ટ્સ (XBB. 1.9.1, XBB. 1.5 અને XBB. 1.16) માટે બે નવા રસીકરણની શરૂઆત કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અન્ય ત્રણથી ચાર રસીકરણને પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે, જો કે, તેમણે વધુ કોઈ માહિતી આપી ન હતી.
ચીન દ્વારા ઝીરો-કોવિડ નીતિને પૂર્ણ કર્યા પછી આ લહેર વાયરસની સૌથી મોટી લહેર હોઈ શકે છે. મેના અંતિમ અઠવાડિયામાં કેસ વધી શકે છે અને જૂનમાં 65 મિલિયન લોકોના સંક્રમિત થવાની સંભાવના છે. જો કે, ચીનના અધિકારીઓનો દાવો છે કે, વર્તમાન લહેર ઓછી ગંભીર હશે, પરંતુ સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના પ્રમાણે, જો આ લહેરનો સામનો કરવા માટે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વૃદ્ધ વસ્તીમાં મૃત્યુ દરમાં વધારો થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા ચીનના લોકોને માસ્ક પહેરવાની અને ભીડવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે પુનઃસંક્રમણના લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ હોસ્પિટલોમાં ગયા શિયાળામાં થયેલી ભીડ આ વખતે નહીં થાય.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો