કેનેડામાં પંજાબનો વોન્ટેડ ગેંગસ્ટર અમૃતપાલ બાથ પકડાયો: બોગસ ID પર ફરી રહ્યો હતો

કેનેડામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પંજાબનો કુખ્યાત અને વોન્ટેડ ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથ બોગસ આઈડી સાથે ઝડપાયો. 20થી વધુ ગુનાઓમાં વોન્ટેડ અમૃતપાલને ભારત લાવવા પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 29 Oct 2026 01:05 PM (IST)Updated: Thu, 29 Oct 2026 01:05 PM (IST)
canada-punjab-wanted-gangster-amritpal-singh-bath-arrested-fake-id-surrendered-cbsa

Amritpal Singh Bath News: 20 જેટલા ગુનાઓ આચરીને વિદેશ ભાગી ગયેલા પંજાબના કુખ્યાત અને વોન્ટેડ ગેંગસ્ટર અમૃતપાલ સિંહ બાથને કેનેડા પોલીસે પકડી લીધો છે. અમૃતપાલ સિંહ બાથ હત્યા, હત્યાનો પ્રયાસ, નશાની તસ્કરી અને ખંડણી જેવા આશરે 20 જેટલા ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો. તે પોતાની ઓળખ છૂપાનીને ખોટી ઓળખ પર ફરી રહ્યો હતો.

સામાન્ય ટ્રાફિક ચેકિંગમાં બોગસ આઈડીથી ખુલાસો

અહેવાલો અનુસાર, આ ઘટના 8 ઓક્ટોબરની સાંજે બ્રિટિશ કોલંબિયાના સરે શહેરના વ્હાલી વિસ્તારમાં બની હતી. પોલીસ કાર ચાલકો નશાની હાલતમાં છેકે નહીં તેનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન જે કારને પોલીસે રોકી તેમા અમૃતપાલ સિંહ બાથ પેસેન્જર તરીકે બેઠો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવવા માટે હરપ્રીત સિંહ નામનું ઓળખપત્ર રજૂ કર્યું હતું. જોકે, સરે પોલીસના પ્રવક્તા ઇઆન મેકડોનાલ્ડના જણાવ્યા મુજબ, આ આઈડી કાર્ડ શંકાસ્પદ જણાતાં પોલીસે ડેટાબેઝમાં તપાસ કરી હતી. સિસ્ટમમાં તપાસ કરતા જ સામે આવ્યું કે તે ઇન્ટરપોલની (Interpol) રેડ નોટિસ પર વોન્ટેડ ગુનેગાર છે.

ઇન્ટરપોલ રેડ નોટિસ અને કેનેડા કસ્ટડી

ઓળખ છતી થતાં જ સ્થાનિક પોલીસે અમૃતપાલને તાત્કાલિક હિરાસતમાં લઈ લીધો હતો અને ત્યારબાદ તેને કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીના (CBSA) હવાલે કરવામાં આવ્યો હતો. હાલમાં તે એજન્સીની કસ્ટડીમાં છે. કેનેડાના અધિકારીઓને અગાઉ અમૃતપાલ ત્યાં હાજર હોવાની કોઈ જાણકારી ન હતી.

ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ

અમૃતપાલ સિંહ બાથ પંજાબના તરનતારન જિલ્લાના મિયાંપુર ગામનો નિવાસી છે અને પંજાબ પોલીસ તેને લાંબા સમયથી શોધી રહી હતી. પંજાબ પોલીસના અધિકારીઓએ તેની ધરપકડની પુષ્ટિ કરી છે અને તેને ભારત પાછો લાવવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા કરશે.