ફક્ત 20 મિનિટમાં 50,000 કરોડ ગાયબ! ક્રિપ્ટો જગતમાં ભૂકંપ, જાણો કોણે આપ્યો ઇતિહાસના સૌથી મોટા ખેલને અંજામ?

દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનન્સ પર સૌથી મોટો સાયબર હુમલો થયો છે. ઉત્તર કોરિયન હેકર્સ દ્વારા 20 મિનિટમાં 6.3 અબજ ડૉલરની ચોરી અંગે જાણો વિગતવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 31 Oct 2026 01:23 AM (IST)Updated: Sat, 31 Oct 2026 01:23 AM (IST)
binance-hack-north-koreas-more-then-6-dollar-crypto-heist-shakes-market

Binance Hack 2026: ક્રિપ્ટોકરન્સીના ઇતિહાસમાં સૌથી મોટો અને ચોંકાવનારો સાયબર હુમલો તાજેતરમાં દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ 'બાઈનન્સ' (Binance) પર થયો છે. આ હુમલામાં આશરે 6.3 અબજ ડૉલર (લગભગ 50,000 કરોડ રૂપિયા)થી વધુની ક્રિપ્ટોકરન્સી ચોરાઈ ગઈ છે. બ્લોકચેન એક્સપર્ટ્સના મતે, આ વર્ચ્યુઅલ કરન્સીના ઇતિહાસનો આજદિન સુધીનો સૌથી મોટો હેઈસ્ટ (Heist) છે.

હુમલો કેવી રીતે થયો? (ટેકનિકલ વિગતો)

માત્ર 20 મિનિટમાં ખેલ ખતમ: અમેરિકાની અગ્રણી બ્લોકચેન ઇન્વેસ્ટિગેશન ફર્મ 'TRM Labs' અને ચેનૈલિસિસ (Chainalysis)ના રિપોર્ટ અનુસાર, હેકર્સે અત્યંત આધુનિક અને ચાલાકીભરી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

હુમલાખોરોએ માત્ર 20 મિનિટના ટૂંકા સમયગાળામાં બાઈનન્સના વિવિધ વૉલેટ્સમાંથી 6.36 અબજ ડૉલર ની રકમ ખૂબ જ ઝડપથી 10 અલગ-અલગ બ્લોકચેન પર ટ્રાન્સફર કરી દીધી હતી.

કોનો હાથ હોવાની શંકા છે?

બ્લોકચેન એક્સપર્ટ્સ અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ વિશાળ હુમલા પાછળ ઉત્તર કોરિયાનો કુખ્યાત હેકર ગ્રુપ 'ટ્રેડરટ્રેટર' (TraderTraitor) જવાબદાર છે.

TRM Labs અને ચેનૈલિસિસના સહ-સ્થાપક જોનાથન લેવિને ડિજિટલ પુરાવાઓના આધારે પુષ્ટિ કરી છે કે આ ગ્રૂપની કામ કરવાની પદ્ધતિ અગાઉના હુમલાઓ સાથે બિલકુલ મેચ થાય છે.

લાઝરસ ગ્રુપ સાથે કનેક્શન: 'ટ્રેડરટ્રેટર' એ ઉત્તર કોરિયાના કુખ્યાત 'લાઝરસ ગ્રુપ' (Lazarus Group)નો જ એક ભાગ છે. આ જ જૂથ પર 2014માં 'સોની પિક્ચર્સને હેક કરવાનો અને તાજેતરમાં ફેબ્રુઆરી 2025માં 'બાયબિટ' (Bybit) ક્રિપ્ટો એક્સચેન્જ પર 1.5 અબજ ડૉલરના હુમલાનો આરોપ પણ એફબીઆઈ (FBI) દ્વારા મૂકવામાં આવ્યો હતો. બાઈનન્સ પર થયેલો આ તાજેતરનો હુમલો બાયબિટ હુમલા કરતા લગભગ ચાર ગણો મોટો છે.

બાઈનન્સ દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાં

આટલા મોટા કટોકટીના સમયમાં બાઈનન્સ મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે સક્રિય થઈને નીચે મુજબના સુરક્ષાત્મક પગલાં લીધા છે-

ફંડ્સ ફ્રીઝ કરવા: એક્સચેન્જે તરત જ પોતાના બ્લોકચેન પાર્ટનર્સ સાથે મળીને અંદાજે 3 અબજ ડૉલર ના પ્રભાવિત ફંડ્સને બ્લૉક કે ફ્રીઝ કરી દીધા છે, જેથી હેકર્સો આ રકમને કેશ કે અન્ય કરન્સીમાં ફેરવી ન શકે.

ભારેખમ રિઝર્વ ફંડની જોગવાઈ: યુઝર્સના હિતોનું રક્ષણ કરવા માટે કંપનીએ 6.34 અબજ ડૉલર નું એક ખાસ રિઝર્વ ફંડ અલગ રાખ્યું છે, જેમાં હુમલામાં પ્રભાવિત થયેલા 5 અબજ ડૉલરના ટોકન્સ પણ સામેલ છે.

વિડ્રોલ અને ડિપોઝિટ પર અસ્થાયી રોક: પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની અફરાતફરી કે ગભરાટ ન ફેલાય અને સુરક્ષા વધુ મજબૂત બને તે માટે તમામ પ્રકારના વિડ્રોલ (ઉપાડ) અને ડિપોઝિટ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આગામી 45 કલાકની અંદર આ તમામ સેવાઓ સુરક્ષિત રીતે ફરી શરૂ કરી દેવામાં આવશે.

આ સનસનાટીભર્યા સમાચાર બહાર આવતાની સાથે જ વૈશ્વિક ક્રિપ્ટો બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો-

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન (Bitcoin) અંદાજે 4% ગગડીને $77,465ની આસપાસ આવી ગઈ.

એથેરિયમ (Ethereum)માં પણ 5% થી 6% સુધીનો મોટો ઘટાડો નોંધાયો.

બાઈનન્સનું પોતાનું નેટિવ કોઈન BNB પણ આશરે 1% નબળું પડ્યું.