Baba Vanga Prediction: ભવિષ્યવેતા બાબા વેંગાની સોના-ચાંદી અંગે આગાહીથી હડકંપ; વિશ્વમાં સર્જાશે કેશ ક્રાઈસિસ અને રોકડ નાણું તેની વેલ્યૂ ગુમાવશે

બાબા વેંગાએ દાયકાઓ પહેલા ચેતવણી આપી હતી કે એક સમય આવશે જ્યારે કાગળના ચલણો - રૂપિયો, ડોલર, યેન અને યુઆન - તેમનું મૂલ્ય ગુમાવવાનું શરૂ કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 08 Feb 2026 07:32 PM (IST)Updated: Sun, 08 Feb 2026 07:32 PM (IST)
baba-vengas-prediction-on-gold-silver-cash-crisis-in-world-and-cash-will-lose-its-value

Baba Vanga Prediction On Gold Silver Price: જાણીતા બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગા(Baba Vanga) દ્વારા વર્ષ 2026 માટે કરવામાં આવેલી આગાહી ફરી એકવાર ચર્ચામાં છે. વિશ્વ હાલમાં ભૂ-રાજકીય તણાવ,વધતી જતી યુદ્ધ જેવી પરિસ્થિતિ આર્થિક અસ્થિરતા અને શેરબજારમાં ઉથલપાથલનો અનુભવ કરી રહ્યું છે. આ સ્થિતિમાં બાબા વેંગાની જૂની આગાહીઓ વર્તમાન પરિસ્થિતિ સાથે સુસંગત હોય તેવું લાગે છે.

બાબા વેંગાએ દાયકાઓ પહેલા ચેતવણી આપી હતી કે એક સમય આવશે જ્યારે કાગળના ચલણો - રૂપિયો, ડોલર, યેન અને યુઆન - તેમનું મૂલ્ય ગુમાવવાનું શરૂ કરશે. તેનાથી વૈશ્વિક રોકડ કટોકટી સર્જાશે અને લોકો બેંક થાપણો પરનો વિશ્વાસ ગુમાવશે. તેમની આગાહી મુજબ આ પરિસ્થિતિમાં સોનું, ચાંદી અને તાંબુ જેવી કિંમતી ધાતુ સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવશે.

બાબા વેંગાએ વર્ષ 2026 માટે શું આગાહી કરી હતી? બાબા વાંગાની વર્ષ 2026 માટેની આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન કિંમતી ધાતુઓની માંગ અચાનક વધી શકે છે. આ જ કારણ છે કે રોકાણકારો હાલમાં સોના અને ચાંદી તરફ વધુને વધુ આકર્ષિત થઈ રહ્યા છે. જ્યારે એ સ્પષ્ટ છે કે બાબા વેંગાની આગાહી કોઈ આર્થિક ગણતરી કે મોડેલ પર આધારિત નથી તે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે.

શું બાબા વેંગાની આગાહી સાચી પડશે? કેટલાક મીડિયા અહેવાલમાં દાવો છે કે જો વૈશ્વિક કટોકટી વધુ ઘેરી બનશે તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 2 લાખથી વધુ થઈ શકે છે.તાજેતરમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 4.20 લાખ સુધી પહોંચી ગયા હતા જે બજાર માટે ચોંકાવનાર હતા.

બીજી બાજુ વર્તમાન બજારની સ્થિતિ કંઈક અલગ જ વાર્તા કહે છે. તાજેતરના દિવસોમાં સોના અને ચાંદી બંનેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,78,850 રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા 10 દિવસમાં તેની કિંમતમાં 12% થી વધુનો ઘટાડો થયો છે.