Asim Munir Daughter Wedding: પાકિસ્તાન સેનાના પ્રમુખ આસીમ મુનીરની દીકરીના લગ્ન કોની સાથે થયા, કોણ છે આર્મી ચીફના જમાઈ

માહનૂરના નિકાહ તેના સગા કાકાના દિકરા અબ્દુલ રહેમાન સાથે થયા છે. અબ્દુલ રહેમાન જનરલ મુનીરના મોટા ભાઈ કાસિમ મુનીરનો દીકરો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 31 Dec 2025 01:48 PM (IST)Updated: Wed 31 Dec 2025 01:48 PM (IST)
asim-munir-daughter-wedding-who-is-pakistani-army-chief-son-in-law-665346

Asim Munir Daughter Wedding:પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ આસીમ મુનીરની ત્રીજી દીકરીના લગ્ન 26 ડિસેમ્બરના રોજ રાવલપિંડીમાં એક સમારંભમાં પૂરા થયા. જોકે આ એક-હાઈ પ્રોફાીલ લગ્ન હતા, જોકે દેશની વર્તમાન સુરક્ષા સ્થિતિ અને ગોપનીયતાને જાળવીને ખૂબ જ સાદગી સાથે અને કોઈ જ વિશેષ તામઝામ વગર આ લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન ભલે લો પ્રોફાઈલ બંધ થયા. પણ મુનરના નવા જમાઈ કોણ છે તે અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે.

કોણ છે મુનીરના જમાઈ
માહનૂરના નિકાહ તેના સગા કાકાના દિકરા અબ્દુલ રહેમાન સાથે થયા છે. અબ્દુલ રહેમાન જનરલ મુનીરના મોટા ભાઈ કાસિમ મુનીરનો દીકરો છે. પારિવારીક માહિતી પ્રમાણે અબ્દુલ રહેમાન અગાઉ પાકિસ્તાન સેનામાં કેપ્ટન તરીકે નોકરી કરી ચુક્યા છે. જનરલ મુનીરને ચાર દીકરી છે, જેમાંથી આ ત્રીજી દીકરીના લગ્ન છે.

આ સમારંભ રાવલપિંડી સ્થિત આર્મી હેડક્વાર્ટર નજી મુનીરના રહેઠાણ પર યોજાયા. સુરક્ષા કારણોથી તેની કોઈ અધિકૃત તસવીર જાહેર કરવામાં આવી નથી. સમારંભમાં આશરે 400 મહેમાન સામેલ થયા હતા. આ લગ્નમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અલી જરદારી, પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ, નાયબ-વડાપ્રધાન ઈશાક ડાર અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ સામેલ થયા હતા. આ ઉપરાંત ISIના પ્રમુખ ને સેનાના અનેક વર્તમાન તથા રિટાયર જનરલ સામેલ થયા.

આ દરમિયાન ભારતીય ઈન્ટેલિજેન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાવલપિંડીમાં મિલિટ્રી-કંટ્રોલ્ડ જગ્યા પર દરેક કાર્યક્રમનું આયોજન હેડક્વાર્ટરના બ્લડલાઈન ટ્ર્સ્ટ નેટવર્કને ઔપચારિક રીતે સંકેત આપે છે.

લગ્નમાં ISI વડા સાથે આસિફ અલી ઝરદારી, શાહબાઝ શરીફ અને ઇશાક દાર સહિત પાકિસ્તાનના સમગ્ર નાગરિક નેતૃત્વની હાજરી એ વાતની પુષ્ટિ તરીકે જોવામાં આવી રહી છે કે વાસ્તવિક સત્તા હજુ પણ સેના પાસે છે.