Iran War: ઈરાનના 'Tehran Times' અખબારના પ્રથમ પેજ પર શનિવારે વૉશિંગ્ટન માટે એક ખુલ્લી ચેતવણી છપાયેલી જોવા મળી. તેનું ટાઈટલ હતું 'Welcome To Hell' એટલે કે નરકમાં તમારું સ્વાગત છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાના સૈનિકો કે જે ઈરાનની જમીન પર પગ મુકવા જઈ રહ્યા છે તેઓ 'શબપેટી જ પરત જશે'. આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકી મીડિયાએ શુક્રવારે જણાવ્યું કે અમેરિકા મધ્ય-પૂર્વમાં 10,000થી વધારે સૈનિકો ગોઠવવા વિચારણા કરી રહ્યું છે.
ઈરાનમાં જમીની સ્તર પર કાર્યવાહી કરે તેવી શક્યતા
આ પગલાથી હવે એવી અટકળો વહેટી થઈ છે કે અમેરિકા ઈરાનમાં જમીની સ્તર પર કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ રહી છે. આ સંભવિત કાર્યવાહી માટે આ ક્ષેત્રમાં અમેરિકા મોટી સંખ્યામાં સૈનિકો વધારી રહ્યું છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત એ વાત પર ભાર મુક્યો છે કે તેહરાન વોશિંગ્ટન સાથે શાંતિ મંત્રણા માટે આગળ આવે. તેનો ઉદ્દેશ આ સંઘર્ષનો અંત લાવવાનો છે.
તેહરાન બદલામાં હુથી સાથીઓને સક્રિય કરશે
વોલ સ્ટ્રીટ જર્નલ પ્રમાણે આ વધારાના સૈનિકોનો હેતુ ટ્રમ્પને મધ્ય પૂર્વમાં વ્યાપક લશ્કરી વિકલ્પો પૂરા પાડવાનો છે. આ વધારાના સૈનિકો આ પ્રદેશમાં અગાઉથી જ તૈનાત હજારો પેરાટ્રૂપર્સ અને મરીન સાથે જોડાશે. એક ઈરાની અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે તેહરાન યમનમાં તેના હુતી સાથીઓને સક્રિય કરીને કોઈપણ અમેરિકી આક્રમણનો જવાબ આપશે. હુતીને લાલ સમુદ્રમાં જહાજો પર હુમલા ફરી શરૂ કરવા સૂચના આપવામાં આવશે, જેનાથી યુદ્ધમાં એક નવો મોરચો ખુલશે.
