મેક્સિકો સિટી.
મેક્સિકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હૉટ એર બલૂન હવામાં હતો, ત્યારે તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ હોટ એર બલૂનમાં સવાર 3 લોકોએ નીચે છલાંગ લગાવી દધી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળક ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હકીકતમાં મેક્સિકોમાં બે લોકોને હૉટ એર બલૂનની એડવેન્ચર ટ્રિપની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી છે. જેમાં મેક્સિકો સિટી નજીક ટિયોતિહુઆકૈન આર્કિયોલૉજિકલ સાઈટની ઉપર જે હૉટ એર બલૂનમાં ઈન્જૉય કરી રહ્યાં હતા, તેમાં અચાનક આગ ભડકી હતી. જેથી પોતાનો જીવ બચાવવા તેઓ નીચે કૂદી પડ્યા હતા.
https://twitter.com/Lerpc75/status/1642228555026186243
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં આગ લાગેલા બલૂનમાંથી લોકોને નીચે કૂદતા જોઈ શકાય છે. હૉટ એર બલૂન હવામાં હોય છે, ત્યારે જ તેમાં આગ લાગે છે. આગ વધવાની સાથે જ બલૂન હવામાં વધારે ઉપર તરફ જાય છે. આખરે બચવા માટોનો કોઈ રસ્તો ના દેખાતા લોકો નીચે કૂદવા લાગે છે. આ ઘટનામાં 39 વર્ષની એક મહિલા અને 50 વર્ષનો પૂરુષ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે.