Accident in China: મધ્ય ચીનના હુનાન પ્રાંત (Hunan province)માં અનેક વાહનો વચ્ચે સર્જાયેલી ટક્કર (Multi-vehicle collision)ને પગલે 16 લોકોના મોત થયા છે. આ અકસ્માત ફક્ત 10 મિનિટમાં એક પછી એક વાહનો ધડાધડ અથડાવા લાગતા સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને આશરે 66 લોકોને ઈજા પહોંચી છે.
ઘટના બાદ વ્યાપક પ્રમાણમાં બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના સર્જાયા બાદ લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની સ્થિતિ ગંબીર છે.
https://twitter.com/PDChina/status/1622160887732920322
ઈજાગ્રસ્તોના પરિવારને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ વધુ માહિતી મેળવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રાણે માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં અનેક યુવાનો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે 49 વાહનોનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. સૌથી પહેલા એક વાહનને અન્ય વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ત્યારબાદ એક પછી એક વાહનો સિરિયલવાઈઝ અથડાયા હતા. કોઈપણને આ ઘટનાથી બચવા માટે તક મળી ન હતી.

ઈમર્જન્સી મેનેજમેન્ટ મંત્રાલયની એક ટીમને હુનાન પ્રાંતના ચાંગશામાં મોકલવામાં આવી છે. જે આ જીવલેણ ટ્રાફિક અકસ્માત બાદ બચાવ કામગીરીમાં જોડાશે. મંત્રાલના ચીફ એન્જીનીયર લી વાનચુને જણાવ્યું હતું કે ઈઝાગ્રસ્તો માટે સારવારની કામગીરીને અગ્રિમતા આપવામાં આવી રહી છે. મંત્રાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે 182 ફાયરફાઈટર્સને મોકલવામાં આવ્યા છે.