Holi 2023 Health Tips: હોળીના તહેવારોમાં કેમિકલયુક્ત રંગોથી રાખો સાવચેતી, આ બાબતની પૂરી કાળજી લો

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 28 Feb 2023 07:40 AM (IST)Updated: Thu, 02 Mar 2023 05:10 PM (IST)
holi-2022-health-tips-different-colors-in-holi-festivals-may-contain-chemicals-take-care-of-these-things

Holi 2023 Health Tips: હોળી (Holi) રંગોનો તહેવાર માનવામાં આવે છે. જોકે ક્યારેક-ક્યારેક કોઈ ભૂલ કે બેદરકારીને લીધે રંગોના આ તહેવારને લીધે કેટલીક સમસ્યાઓ સર્જાઈ જતી હોય છે. આ તહેવારમાં લોકો એક બીજા સાથે વિવિધ રંગ સાથે તહેવારની ઉજવણી કરે છે. આ સંજોગોમાં કેટલીક નાની-નાની બેદરકારી અને ભૂલો તમારી ત્વચાને બગાડી શકે છે. લોકો બજારમાં વેચાતા ગમે તેવા રંગ ખરીદી લે છે અને તહેવારોમાં ઉપયોગ કરતા હોય છે.

જોકે તેમનું ધ્યાન એ વાત પર નથી જતુ કે આ રંગ કેમિકલયુક્ત હોઈ શકે છે, જે તમારી ત્વચાના સંપર્કમાં આવવાથી તમારી ત્વચા પર ગંભીર અસર કરી શકે છે. મસ્તી કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે થોડી પણ બેદરકારી તમારી સ્કીનને દૂષિત કરી શકે છે.

naidunia_image

સ્વાસ્થ્ય બાબતના નિષ્ણાતોના મતે કેમિકલ યુક્ત રંગથી ત્વચા પર એલર્જી, બળતરા, લાલ ચકામા પડવા, ઉપરાંત અનેક આડ અસરો સર્જાઈ શકે છે. આ સંજોગોમાં હોળીના રંગથી તમારી ત્વચાના સ્વાચ્થને બચાવવા માટે કેટલીક બાબતોની પૂરતી કાળજી લેવી જોઈએ.

naidunia_image


હોળીના રંગને લીધે ત્વચા પર થતી આડઅસરો

  • કેમિકલયુક્ત રંગ તમારી ત્વચાની અંદર જઈને નુકસાન પહોંચાડી શકે છે. જેને લીધે અનેક સ્કીન સમસ્યા સર્જાય છે.
  • ત્વચા સુકી અને નિસ્તેજ થઈ શકે છે.
  • કેમિકલવાળા રંગ ત્વચાના સંપર્કમાં આવવાથી બળતરા થઈ શકે છે.
  • ત્વચા પર ચકામા, દાણા ઉભરી આવે છે, ખંજવાળ આવવા લાગે છે.

રંગના ઉપયોગને લઈ આ રીતે સાવધાની દાખવો

  • કેમિકલ રંગોને લીધે હર્બલ અને સારી ગુણવત્તાવાળા રંગોનો ઉપયોગ કરો.
  • સ્થાનિક અથવા પાકા રંગોનો ઉપયોગ ન કરો
  • એવા રંગોનો ઉપયોગ કરો કે જે પાણીમાં ભળી જાય.
  • ગોલ્ડન અને સિલ્વર પેઈન્ટ ત્વચા માટે ખતરનાક હોઈ શકે છે, તેનો ઉપયોગ ન કરશો.
  • રંગોને વાળ પર નાંખશો નહીં. તેનાથી વાળ ખરાબ થઈ જાય છે અને અનેક આડઅસરો આવવા લાગે છે. તેને લીધે વાળ ખરવાની સંભાવના વધી જાય છે.
  • ચમકદાર સૂકા રંગથી દૂર રહો. રંગમાં કાચનો પાઉડર મિશ્રિત કરી તેમા ચમક લાવવામાં આવે છે. આ પ્રકારના રંગને લગાવવાના સંજોગોમાં ત્વચાને નુકસાન થાય છે અથવા તો આંખોને નુકસાન પહોંચે છે.
  • હોળી રમતા પહેલા આ વાતની પૂરી કાળજી રાખો
  • હોળી રમતી વખતે તમારી ત્વચાને નબળી ગુણવત્તાના રંગોથી બચાવવા કેટલીક તૈયારી કરી લેવી જોઈએ. જેમ કે,
  • ત્વચા પર વધારે મોઈશ્ચરાઈઝર લગાવી લો. તેને લીધે ત્વચા ભીની રહે છે. રંગ ત્વચાની અંદર ઉતરી શકતો નથી અને તેને સરળતાથી દૂર કરી શકાય છે.
  • તડકામાં કેમિકલવાળા રંગોથી હોળી રમવાને લીધે ત્વચામાં બળતરા થવા લાગે છે અને સ્કીન સૂકી થવાના સંજોગોમાં તે ખેંચાવા લાગે છે. સનસ્ક્રીન લોશન લગાવી શકાય છે. તમારી ત્વચા પર પ્રોટેક્ટિવ પડ જળવાઈ રહે છે.
  • ચહેરા સાથે જ વાળની પણ પૂરતી કાળજી રાખો અને માથામાં નારિયેળ તેલ લગાવી રાખો. જેથી વાળમાં રંગ ગયા બાદ વાળને નુકસાનથી બચાવી શકાય.