સોમનાથમાં 20થી 24 નવેમ્બર યોજાશે ભવ્ય કાર્તિકી મેળો: કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક

ગીર સોમનાથના સોમનાથ ખાતે 20થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર કાર્તિકી પૂર્ણિમા મેળાની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં યાત્રિકો માટે પાણી, વીજળી, સ્વચ્છતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સહિતની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 09:15 AM (IST)Updated: Fri, 06 Nov 2026 09:15 AM (IST)
somnath-kartiki-purnima-mela-2026-dates-announced-collector-jitendrasinh-vaghela-chair-meeting

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે 20થી 24 નવેમ્બર દરમિયાન લોકપ્રિય કાર્તિકી પૂર્ણમાના મેળાનું આયોજન થવાનું છે. આ મેળાના સુચારુ અને ભવ્ય આયોજન માટે ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેળામાં સુવિધાઓને લઈને ગહન ચર્ચા

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓ માટેની વિવિધ વ્યવસ્થાઓ પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠની જાળવણી અને સ્વચ્છતા, પ્રદર્શન સ્ટોલ, ફૂડ સ્ટોલ પરની સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચકડોળ સહિત રાઈડ્સ ઇન્સ્ટોલેશનની સુરક્ષિત કામીગીરીની સમીક્ષા કરાઈ હતી. સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ચર્ચા કરવામાં આવી.

કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા પર વિશેષ ભાર

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કાર અને બાઈક માટે અલગ-અલગ પાર્કિંગ ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવ્યા છે.

યાત્રિકોની સલામતી માટે આરોગ્ય સુવિધાઓ, મેળાના સ્થળે સઘન સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવા સંવેદનશીલ મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપીને તમામ સંલગ્ન વિભાગોને તકેદારી રાખવા આદેશ કરાયા છે.

અધિકારીઓની ઉપસ્થિતિ

આ આયોજન બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારીઓ જે.વી. કાકડિયા અને અજય શામળા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા સહિત આર.ટી.ઓ., એસ.ટી., આરોગ્ય વિભાગ, અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.