Mango Prices in Talala (June 03, 2026): કેસર કેરી માટે જાણીતા તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક થઇ રહી છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવેલા આજના ભાવ જોઇએ તો 10 કિલોના બોક્સના નીચા ભાવ 330 અને ઉંચા ભાવ 750 રૂપિયા બોલાયા હતા. સરેરાશ ભાવ 450 રહ્યા હતા. આજે યાર્ડમાં કુલ 24000 બોક્સની આવક થઇ હતી. ગઇકાલે1 જૂનના રોજ 24700 બોક્સની આવક સામે ભાવ 310થી 800 રુ. વચ્ચે બોલાયા હતા.
તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના આજના ભાવ (કેરીનો ભાવ 10 કિલોમાં) (Talala Mango Price Today, 03 June, 2026)
| તારીખ | નીચો ભાવ | ઉંચો ભાવ | બોક્સની આવક |
| 3- જૂન-2026 | 330 | 750 | 24000 |
| 2- જૂન-2026 | 310 | 800 | 24700 |
| 1- જૂન-2026 | 325 | 820 | 29620 |
| 31-મે-2026 | 300 | 840 | 28830 |
| 30-મે-2026 | 310 | 850 | 28040 |
| 29-મે-2026 | 340 | 870 | 23980 |
| 28-મે-2026 | 320 | 875 | 25070 |
| 27-મે-2026 | 340 | 925 | 25040 |
| 26-મે-2026 | 330 | 910 | 23780 |
| 25-મે-2026 | 290 | 900 | 25800 |
| 24-મે-2026 | 300 | 930 | 25670 |
| 23-મે-2026 | 320 | 950 | 25200 |
| 22-મે-2026 | 310 | 1000 | 24240 |
| 21-મે-2026 | 330 | 1020 | 23510 |
| 20-મે-2026 | 320 | 1040 | 21140 |
| 19-મે-2026 | 325 | 1075 | 20510 |
| 18-મે-2026 | 350 | 1050 | 19290 |
| 17-મે-2026 | 375 | 1000 | 20550 |
| 16-મે-2026 | 350 | 1025 | 19680 |
| 15-મે-2026 | 375 | 1075 | 17050 |
| 14-મે-2026 | 425 | 1150 | 15370 |
| 13-મે-2026 | 400 | 1125 | 13510 |
| 12-મે-2026 | 300 | 1050 | 14270 |
| 11-મે-2026 | 350 | 1100 | 12550 |
| 10-મે-2026 | 325 | 1075 | 12200 |
| 9-મે-2026 | 350 | 1000 | 12400 |
| 8-મે-2026 | 375 | 1025 | 11250 |
| 7-મે-2026 | 400 | 1050 | 13320 |
| 6-મે-2026 | 350 | 1150 | 15300 |
| 5-મે-2026 | 375 | 1175 | 15020 |
| 4-મે-2026 | 350 | 1225 | 14760 |
| 3-મે-2026 | 425 | 1125 | 13000 |
અત્યારસુધીમાં 6 લાખથી બોક્સની આવક નોંધાઈ
તાલાલા માર્કેટિંગ યાર્ડમાં અત્યારસુધીમાં કેસર કેરીની કુલ 6 લાખથી વધુ બોક્સની આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન બજારમાં કેરીના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી, જેમાં મહત્તમ ભાવ 1175 રૂપિયા અને લઘુત્તમ ભાવ 300 રૂપિયા પ્રતિ બોક્સ રહ્યા હતા. સરેરાશ 640 રૂપિયાના ભાવ બોલાયા હતા.
એપ્રિલમાં સરેરાશ ભાવ 740 રૂપિયા રહ્યો હતો
19 એપ્રિલથી 30 એપ્રિલમાં કુલ 75,380 બોક્સની આવક નોંધાઈ હતી. જેમાં સરેરાશ ભાવ 740 રૂપિયા રહ્યો હતો. આ 12 દિવસો દરમિયાન મહત્તમ ભાવ 1200 રૂપિયા અને લઘુત્તમ ભાવ 410 રૂપિયા સુધી નોંધાયો હતો. એપ્રિલના છેલ્લા અઠવાડિયાના આંકડા પર નજર કરીએ તો, 26 એપ્રિલે ઉંચો ભાવ 1325 રૂપિયા સુધી પહોંચ્યો હતો, જે આ સિઝનનો સૌથી વધુ ભાવ કહી શકાય. તે દિવસે આવક માત્ર 4420 બોક્સ હતી. ત્યારબાદના દિવસોમાં આવક સતત વધતી રહી છે.
29 એપ્રિલે 8210 બોક્સ અને 30 એપ્રિલે 8920 બોક્સની આવક નોંધાઈ હતી, જેના કારણે ઉંચા ભાવમાં સામાન્ય ઘટાડો થઈને તે 1200 થી 1250 ની વચ્ચે સ્થિર થયો હતો. ઓછી આવક ધરાવતા દિવસોમાં ભાવમાં તેજી જોવા મળી હતી, જ્યારે આવક વધતા ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો છે.
