Rajkot News: સોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા, સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થશે

સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રામાં હજારો ખેડૂતો, માછીમારો અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ જોડાશે. ખેડૂતોના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 03:05 PM (IST)Updated: Wed 05 Nov 2025 03:05 PM (IST)
gujarat-congress-khedut-aakrosh-yatra-to-start-from-somnath-tomorrow-covering-10-districts-632810

Rajkot News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપી સી સી)એ ગુજરાતના ખેડૂત વર્ગની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત આક્રોશ યાત્રાનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા તા.6 નવેમ્બર ગુરુવાર, 2025 સોમનાથ-વેરાવળ બાય-પાસ, સાચી સિનેમા ની બાજુમાં, અવસર રિસોર્ટ ખાતેથી સવારે 9-30 વાગ્યાથી શરૂ થશે અને દ્વારકા પહોંચીને તા.13 નવેમ્બરે સમાપ્ત થનાર છે.

સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, મોરબી અને જામજોધપુરમાંથી પસાર થતી આ યાત્રામાં હજારો ખેડૂતો, માછીમારો અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ જોડાશે. યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના પાક ધિરાણ (લોન) માફ કરવા અને પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જેથી અસમય ના વરસાદ થી પીડિત ખેડૂતોને તાત્કાલિક રાહત મળી શકે આ ઉપરાંત આ વર્ષે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી તીવ્ર વરસાદ, તોફાન અને ખરાબ હવામાનને કારણે ખેડૂત વર્ગને મોટું નુકસાન થયું છે.

મુખ્યત્વે મગફળી, કપાસના બીજ, ડાંગર જેવા પાકોનું વાવેતરને સંપૂર્ણ નાશ થયેલ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ છે. સાગરખેડૂતો માછીમાર વર્ગને પણ છેલ્લા અનેક મહિનાઓથી ખરાબ હવામાન અને તોફાનોને કારણે જીવન ધંધો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તેઓ પોતાના જીવનને જોખમમાં મૂકીને કામ કર્યું છે, પરંતુ સરકારી સહાય અને વીમાની અભાવને કારણે તેઓ આર્થિક તંગીમાં છે. કોંગ્રેસ પાર્ટી આ બધી સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ છે અને ખેડુતોના અન્નદાતા તરીકેના હક્કો માટે સરકારને જગાડશે.

આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી તેમજ અન્ય કોંગ્રેસ પદાધિકારીઓ જોડાશે. જેથી સરકારે ખેડૂતોની માંગમાં વિશેષ રાહત પેકેજનો સમાવેશ થાય, તાત્કાલિક અમલમાં મૂકવા માટે દબાણ કરી શકાય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કહે છે કે, ખેડૂતો વિના ગુજરાતનો વિકાસ અશક્ય છે. આ યાત્રા દ્વારા અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે, ખેડુતોની સમસ્યાઓનું નિરાકરણ ન થાય તો આ આંદોલન વધુ વિસ્તારીશું ત્યારે બધા ખેડૂત ભાઈઓ-બહેનો, સાગરખેડુઓ આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાનાર હોવાનું સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું છે.