Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં અન્ય નોંધપાત્ર વરસાદ ધરાવતા તાલુકાઓમાં તાલાલાનો સમાવેશ થાય છે, જ્યાં 47 મિમી વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય તાલુકાઓ પણ વરસાદથી પ્રભાવિત થયા હતા. જેમ કે, કોડીનારમાં 27 મિમી અને ઉનામાં 20 મિમી વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 19 મિમી વરસાદ નોંધાયો છે.
ખેડૂતોને મોટુ નુકસાન
આ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો ઉલ્લેખ પણ અખબારી અહેવાલમાં કરવામાં આવ્યો હતો , જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી.
રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં 52 મીમી નોંધાયો છે. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ અને સૂત્રાપાડા તાલુકામાં અનુક્રમે 48 મીમી વરસાદ પડ્યો છે.
