Gir Somanath Election Results: બોરવાવ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ મેદાન માર્યું, વિપુલ શીંગાળાનો 1004 મતે વિજય

આ જીત બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને ઇકો જોનનો મુદ્દો નડ્યો છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 18 Feb 2025 05:00 PM (IST)Updated: Tue, 18 Feb 2025 05:00 PM (IST)
gir-somanath-municipal-election-results-2025-aam-aadmi-party-wins-talala-taluka-panchayat-by-election-vipulbhai-shintapa-claims-borvav-ward-5-seat

Gir Somanath Municipal Election Results 2025: ગીર સોમનાથના બોરવાવ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એ મેદાન માર્યું છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ શિંગાળાની જીત થઈ છે. આ જીત બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને ઇકો જોનનો મુદ્દો નડ્યો છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે.

ગઢ 16 તારીખે થયેલા મતદાનનું આજે પરિણામ આવી ગયું છે. જેમાં તાલાલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું છે. અહીંની વોર્ડ નંબર પાંચની બોરવાવ બેઠક પર આમ આદમી પાર્ટીના વિપુલભાઈ ડાયાભાઈ શીંગાળાનો વિજય થયો છે. તેમને 1004 મત મળ્યા છે.