ઉત્રાણ – લાલકુઆં વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન, કાલથી બુકિંગ શરૂ, જાણો રૂટ અને ટાઈમિંગ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા ઉત્રાણ – લાલકુઆં વચ્ચે સ્પેશિયલ ટ્રેન (09129/09130) દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 3 નવેમ્બરથી બુકિંગ શરૂ થશે. અહીં જુઓ સમય, રોકાણ અને સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 11:45 PM (IST)Updated: Mon, 02 Nov 2026 11:45 PM (IST)
western-railway-utranlalkuan-special-train-booking-starts

Western Railway Update: યાત્રીઓની સુવિધા તેમજ તહેવારો અને પ્રવાસ દરમિયાન મુસાફરોની વધતી જતી ભીડને સુચારુ રીતે નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મંડળ હેઠળ ઉત્રાણ અને લાલકુઆં સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણા દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં કુલ 4 સાપ્તાહિક ફેરા મારશે.

ટ્રેન નંબર અને સમયપત્રક

આ ટ્રેનની વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે-

ટ્રેન નંબર 09129 (ઉત્રાણ – લાલકુઆં સ્પેશિયલ): તારીખ 05 અને 12 નવેમ્બર 2026ના રોજ દર ગુરુવારે ઉત્રાણથી બપોરે 15:00 કલાકે રવાના થશે અને બીજા દિવસે બપોરે 16:10 કલાકે લાલકુઆં પહોંચશે.

ટ્રેન નંબર 0930 (લાલકુઆં – ઉત્રાણ સ્પેશિયલ): તારીખ 06 અને 13 નવેમ્બર 2026ના રોજ દર શુક્રવારે લાલકુઆંથી રાત્રે 22:૦૦ કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 22:15 કલાકે ઉત્રાણ પરત પહોંચશે.

પ્રમુખ સ્ટોપેજ અને કોચની વિગત

યાત્રીઓની અનુકૂળતા માટે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ જંકશન, નાગદા, કોટા જંકશન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર જંકશન, મથુરા જંકશન, હાથરસ સિટી, કાસગંજ જંકશન, બદાયૂં, બરેલી, બરેલી સિટી, ઈજ્જતનગર જંકશન, બહેડી જંકશન અને કિચ્છા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ રાખવામાં આવ્યા છે.

ટિકિટ બુકિંગ અને વધુ માહિતી

આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. ટ્રેન નંબર 09129નું ટિકિટ બુકિંગ તારીખ 03 નવેમ્બર 2026થી રેલવેના તમામ PRS બુકિંગ કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ જશે. ટ્રેનના સ્ટોપેજ અને સમય સંબંધિત વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.