OPEN IN APP

Vadodara News: રખડતા ઢોર પર 1400 CCTVથી ચાંપતી નજર, છેલ્લા 7 દિવસમાં 300થી વધુ ગાયો પકડવામાં આવી

By: Sanket Parekh   |   Mon 23 Jan 2023 06:01 PM (IST)
vadodara-news-keep-eye-on-stray-cattle-through-cctv-81956

વડોદરા.
Vadodara News: ગુજરાત સરકારે રખડતા ઢોર બાબતે લાલ આંખ કર્યા બાદ એક્શનમાં આવેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ચારેય ઝોનમાં મળીને કાર્યરત 8 ટીમે કુલ 45 રખડતી ગાયને ઝડપી પાડી પાંજરાપોળમાં મોકલી આપી હતી. જ્યારે છેલ્લા 7 દિવસમાં તમામ ઝોનમાંથી કુલ 300 જેટલી રખડતી ગાયને પકડી પાડવામાં આવી છે.

રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે
શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે,જેમાં કેટલાય નિર્દોષ લોકો રખડતા ઢોરની અડફેટે ચડ્યા છે. જે પૈકી કેટલાકને તો જિંદગીથી હાથ ધોવાનો વારો પણ આવ્યો છે. આમ છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જરાય ઓછો થયો નથી.

શહેરના 1400 સીસીટીવી કેમેરા હવે રાખશે રખડતા ઢોરો પર નજર
કોર્પોરેશને હવે રખડતા પશુ પકડવા માટે હાઇટેક સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. વાહન ચાલકોને દંડ ફટકારવાની સુવિધા બાદ હવે રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી અંગે સિટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી રખડતા પશુઓ પર CCTVથી નજર રખાય છે. શહેરમાં 1400 કેમેરાથી આ કાર્યવાહી શરૂ કરાઈ છે. સિટી કમાન્ડ સેન્ટર પરથી ફોટા પાડીને ટેગવાળા પશુની ઓળખ કરીને તેના માલિક મેમો પકડાવીને ગુનો દાખલ કરવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.