વડોદરા.
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ફરી એકવાર ACBના છટકામાં વધુ એક તલાટી કમ મંત્રી ખેડૂત પાસેથી 11 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
વાઘોડિયા જિલ્લાની દખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી પાસે એક સીધી લીટીના વારસદાર ખેડૂત પેઢીનામું કરાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં લાંચિયા તલાટી કમ મંત્રીએ ખેડૂતને વહેલી તકે પેઢીનામું બનાવી આપવા માટે રૂપિયા 11 હજારની લાંચ ની માંગણી કરી હતી. જો કે ખેડૂત પોતે એક સીધી લીટીના વારસદાર હોવાથી અધિકારીને લાંચ કેમ આપવી? તેમ વિચારી ACBનો સંપર્ક કર્યો હતો
જેથી ACBએ લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવી તલાટી કમ મંત્રી વર્ગ-3 અંબાલી ગ્રામ પંચાયત તેમજ વધારાનો ચાર્જ ઉમલા ,સેજા, સંખેડા ગ્રામ પંચાયત ધરાવતા કનુભાઈ સોલંકીને લાંચની રકમ આપવા વાઘોડિયા વડોદરા રોડ પર આવેલ અંનતા શુભ-લાભની સામે આવેલ કલક્ષ એપાર્મેન્ટ ખાતે બોલાવામાં આવ્યા હતા
ACB દ્વારા ગોઠવેલ છટકાથી બેખબર તલાટી કમ મંત્રીએ પેઢીનામું વહેલી તકે બનાવી આપવાના કામે માંગેલ રૂપિયા 11,000 ની લાંચની રકમ સ્વીકારવા કલક્ષ એપાર્મેન્ટ ખાતે પોતે આવી પહોંચતા એન્ટીકરપ્શનની ટીમે તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.