વડોદરા.
આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુમાડ ચોકડી નજીક અમદાવાદ તરફ જતા બ્રિજ પર આગળ ચાલી રહેલ ટ્રક પાછળની તરફ ધસી આવતા કાર ચાલકે કારમાંથી ઉતરી બાજુમાં આવેલ બ્રિજ પરથી કૂદકો માર્યો હતો. આ ઘટનામાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હમીદમિયાં મલેક નામનો શખ્સ પોતાની ઈનોવા કાર લઈને દુમાડ ચોકડી પર આવેલા બ્રિજ પરથી પસાર થઈને અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન કારની આગળ જતી ટ્રક અચાનક રિવર્સમાં આવી જતાં હમીદમિયાં ગભરાઈ ગયા હતા અને કારમાંથી બહાર નીકળી ગયા હતા. જે બાદ ગભરાટમાં તેમણે બ્રિજ પરથી નીચે કૂદકો માર્યો હતો.
આ ઘટનામાં બ્રિજ પરથી નીચે પટકાતા હામીમિયાં ગંભીર રીતે ઘાયલ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બીજી તરફ આ બનાવની જાણ તતાં સમા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.