Vadodara News: વડોદરા શહેરના ડભોઇ રોડ નજીક આવેલ એમ.એમ. વોરા શોરૂમ પાસેથી એક પીકઅપ વાનમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઇ જવામાં આવતા 4 પશુઓનો છોડાવવામાં આવ્યાં છે. આ મામલે પાણીગેટ પોલીસે પીકઅપ વનના ડ્રાઇવર તથા ક્લીનરને ઝડપી પાડી પશુ આપનાર વિધવા મહિલાની પણ અટકાયત કરી રૂ. 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
પાણીગેટ પોલીસની PCR વાનને કંટ્રોલ તરફથી બાતમી મળી હતી કે, કાન્હા સિટી પાસે પીકઅપ વાનમાં પશુઓ ભરી લઈ જવામાં આવી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઈ ખાતરી કરતા જીવદયા પ્રેમીએ એમ.એમ.વોરા શોરુમ પાસેથી બાતમી મુજબની ગાડીને પશુઓ સાથે ઝડપી પાડી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચાલક સબ્બીર મહેબૂબભાઈ સિંધી અને બાજુમાં બેસેલ ઈસમ રાજેશ ખોડાભાઈ બજાણીયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ગાડીમાં પશુઓ મધીબેને ભરી આપ્યા હોવાની કબૂલાત કરી હતી
ગાડીમાંથી મળી આવેલ ચાર પશુઓ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા? તે બાબતે આરોપીઓએ પોલીસ પૂછપરછમાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે 2 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી ઓની પશુક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.