વડોદરા સામુહિક આપઘાત કેસઃ આર્થિક ભારણ અને ડિપ્રેશન જીવન ટૂંકાવ્યું, પોલીસને મહત્વના દસ્તાવેજો મળ્યા

સિટી પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન દરમિયાન મૃતકોના ઘરમાંથી કાર લોનની બાકી રકમની નોટિસ સહિત બેંકિંગ અને નાણાકીય લેવડ-દેવડને લગતા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Oct 2026 12:00 PM (IST)Updated: Thu, 29 Oct 2026 12:00 PM (IST)
vadodara-mass-suicide-case-police-recover-important-financial-documents

Vadodara Mass Suicide Case: વડોદરામાં ગઇકાલે સામુહિત આપઘાતની ઘટના બની હતી. જેમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં તપાસ દરમિયાન સિટી પોલીસને ઘરમાંથી કાર લોનની નોટિસ અને આર્થિક વ્યવહારોના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના એમજી રોડ સ્થિત દલા પટેલની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યો માતા આરતીબેન સોની, પુત્ર નીલકંઠ સોની અને પુત્રી ઝલકબેન સોનીએ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સિટી પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન દરમિયાન મૃતકોના ઘરમાંથી કાર લોનની બાકી રકમની નોટિસ સહિત બેંકિંગ અને નાણાકીય લેવડ-દેવડને લગતા અનેક દસ્તાવેજો મળી આવ્યા છે.

આજે પોલીસે તમામ દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઇકાલે પોલીસે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક વિગતો મેળવવા માટે આસપાસના રહેવાસીઓ અને સગાસંબધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથેજ પરિવારને કોઇ માનસિક તણાવ કે આર્થિક સંકટ હતું કે નહીં તે અંગે પણ તપાસ ચલાવાઇ રહી છે.

ઉલ્લેખનીય છેકે, પરિવારના મોભી ચેતન સોનીનું બે વર્ષ પહેલાં હૃદયરોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ પરિવારની સ્થિતિ ડામાડોળ થતાં પુત્ર નીલકંઠ કેનેડાથી પરત વડોદરા આવી ગયો હતો. જ્યારે પુત્રી ઝલકબેન આયુર્વેદિક ડોક્ટર તરીકે પોતાની હોસ્પિટલ ચલાવતા હતા. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પરિવાર આર્થિક રીતે તૂટી પડ્યો હતો. ગઈકાલની આ કરૂણ ઘટના બાદ આજે પણ સમગ્ર દલા પટેલની પોળ અને એમજી રોડ વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા વ્યાપેલી જોવા મળી રહી છે.