વડોદરાના અકોટા વિસ્તારમાં હાઇ વોલ્ટેજ ડ્રામાઃ સામાન્ય બોલાચાલીમાં બે શખ્સો વચ્ચે બબાલથી ટ્રાફિક જામ સર્જાયો

અકોટા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીના કારણસર બે શખ્સ વચ્ચે તકરાર થઈ હતી. તકરાર ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે ધકકામુક્કી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 01:23 PM (IST)Updated: Wed 05 Nov 2025 01:23 PM (IST)
vadodara-high-voltage-drama-brawl-between-two-men-causes-traffic-jam-in-akota-area-632771

Vadodara News: વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો દ્વારા બેફામ હરકતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કાયદો જાળવવા માટે પોલીસે સતત ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં કેટલાક માથાભારે તત્વોમાં પોલીસનો કોઈ ભય જ રહ્યો નથી. તાજેતરમાં અકોટા વિસ્તારમાં સામ્રાજ્ય બંગલોઝ પાસે રોડ પર બે શખ્સ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા સમગ્ર વિસ્તાર ધમાલભર્યો બની ગયો હતો.

મળતી માહિતી અનુસાર, અકોટા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીના કારણસર બે શખ્સ વચ્ચે તકરાર થઈ હતી. તકરાર ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે ધકકામુક્કી અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી જેના પગલે સ્થળ પર લોકોના ટોળો એકઠો થઈ ગયા હતા અને રોડ પર જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેના કારણે થોડા સમય માટે અકોટા વિસ્તારના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતાં તરત જ અકોટા પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને શખ્સોને શાંત કરાવી પૂછપરછ માટે પોલીસ મથક લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

નાગરિકોએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું કે, શહેરમાં આવી ઘટનાઓ સતત બની રહી છે છતાં પોલીસે અસામાજિક તત્વો સામે સખ્ત કાર્યવાહી હાથ લેતી નથી. જો પોલીસ કડક વલણ અપનાવે તો આવનારા સમયમાં આવા માથાભારે તત્વોને કાયદાનો ખ્યાલ આવશે. હાલમાં અકોટા પોલીસે બંને શખ્સો સામે તપાસ હાથ ધરી છે અને વિવાદના કારણ અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.