Vadodara Gujarat Board SSC 10th Result 2023: રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પ્રથમ વાર ધોરણ બાર સામાન્ય પ્રવાહ પહેલા જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 1.3 % વધ્યું છે. ગત વર્ષે 61.21% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે વડોદરા જિલ્લામાં 62.24% રિઝલ્ટ જાહેર થયું છે.
વડોદરાની અંબે વિદ્યાલયની વિદ્યાર્થીની ગુંજ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે આવેલા ધોરણ 10ના રીઝલ્ટમાં મેં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું દિવસમાં માત્ર ત્રણથી ચાર કલાક જ વાંચતી હતી. જેનું મને સારું પરિણામ મળ્યું છે, હવે સાયન્સ કરવા માગું છું અને મારા સારા પરિણામનો શ્રેય મારા પરિવાર અને ટીચર્સને આપું છું. અન્ય વિદ્યાર્થી યશ રાણાએ જણાવ્યું હતું કે, મેં ધોરણ 10ની પરીક્ષા દરમિયાન કરેલી મહેનત રંગ લાવી છે અને મેં 99.13 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું પરીક્ષાના સમયે 10થી 12 કલાક વાંચતો હતો અને ખૂબ મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે. હું આગળ સાયન્સ ભણીને ડોક્ટર બનવા માંગુ છું. મારા સારા પરિણામનો શ્રેય મારા માતા-પિતા અને ટીચર્સને આપું છું.
અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ કોરોના કાળમાં ઓનલાઇન ભણીને આગળ આવ્યા છે તેમ છતાં સારું પરિણામ મેળવ્યું છે. જે વિદ્યાર્થીઓનું પરિણામ સારું નથી આવ્યું. તેઓ ફરીથી મહેનત કરીને પરીક્ષા આપી શકે છે અને સારૂં પરિણામ લાવી શકે છે. કોઈ વિદ્યાર્થીએ ડરવાની કે નાસીપાસ થવાની જરૂર નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો