Vadodara: સરકારની નવી શિક્ષણનીતિને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 3 લાખથી વધુ બાળકોનું નવી શિક્ષણ નીતિના અમલથી 1 વર્ષ બગડી રહ્યું છે. જેના કારણે વાલીઓ નવી નીતિનો વિરોધ કરી રહ્યાં છે. નવી શિક્ષણ નીતિ અને વિરોધ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે જણાવ્યું છેકે, કોઇનું એકવર્ષ બગડવાનું નથી. 5થી 6 વર્ષના બાળકોને બાલવાટિકાના કન્સેપ્ટથી સ્કૂલમાં દાખલ કરવામાં આવશે.
વડોદરાની BRG શાળા દ્વારા 30 વર્ષ પૂર્ણ થવા અંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતના શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોર વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવી શિક્ષણ નીતિ અને ધો.1માં પ્રવેશ મામલે વાલીઓ કરવામાં આવેલા વિરોધ અંગે જણાવ્યું હતું. તેમણે આ સંદર્ભે વડદોરામાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. CBSCમાં આ પ્રણાલી ચાલુ જ છે અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
વાલીઓના વિરોધ મામલે શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે જણવ્યું હતું કે, આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પિલમેન્ટેશન આપણે કરવા જઇ રહ્યાં છીએ. સીબીએસસીના રુલ્સ પ્રમાણે આપણે 6 વર્ષીથી જ એડિમશન આપવામાં આવે છે. આપણે 6 વર્ષ પછી એડિમશન આપશું પણ 5થી 6 વર્ષના બાળકોને બાલવાટિકાના કન્સેપ્ટથી સ્કૂલમાં દાખલ કરીશું. તેમાં જે નાની-મોટી સમસ્યા હશે તેનું નિરાકરણ લાવવામાં આવશે. કોઇનું એકવર્ષ બગડી રહ્યું નથી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી ચાલે છે તેમાં 3થી 6 વર્ષના બાળકો લે છે. સિસ્ટમમાં જે કંઇ નાની-મોટી વ્યવસ્થા કરવાની થશે તે સાથે મળીને કરીશું.