Nasvadi News: શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પ્રાથમિક શાળાના આચાર્યની અનોખી પહેલ, કુદરતી સૌંદર્યના ખોળે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 26 Jun 2023 12:09 PM (IST)Updated: Mon, 26 Jun 2023 12:09 PM (IST)
nasvadi-news-unique-initiative-of-primary-school-principal-to-reduce-drop-out-ratio-of-children-in-school

Nasvadi News: નસવાડી તાલુકાના ચોરામલ ગામની પ્રાથમિક શાળાના એક એવા શિક્ષક છે જેમને શાળામાં શિક્ષણની સાથે સાથે શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એક અનોખી શાળાની પહેલ કરી છે અને આ શાળા કોઈપણ શહેરની ખાનગી શાળાને ટક્કર મારે તેવી તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના આરોગ્યલક્ષી, રમત-ગમતના સાધનોથી લઈને બાળકોને કસરત કરવા માટેના સાધનો પણ મૂકવામાં આવ્યા છે સાથે બાળકો માટે એક મીની સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે.

નસવાડી તાલુકાના ચોરામલ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ પંચોલીએ પોતાની આગવી સૂઝથી શાળાને એક અનોખી પ્રવૃત્તિ આપી છે. શાળાની દિવાલો પર અલગ-અલગ પ્રકારના ચિત્રકામથી અનેક વસ્તુઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાળામાં પ્રવેશ દ્વારથી લઈને વર્ગખંડો સુધી એક અનોખી શાળાનું નવું રૂપ આપવામાં આવ્યું છે. ધોરણ એકથી પાંચના વર્ગોમાં ચાલતી આ શાળામાં બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જેમાં મહિલા શિક્ષકમાં રહેણુકાબેન પટેલ અને આચાર્ય તરીકે સુરેશભાઈ પંચોલી ફરજ બજાવે છે.

naidunia_image

ચોરામલ પ્રાથમિક શાળામાં કોઈ પણ શહેરની ખાનગી શાળાને ટક્કર મારે તેવી તમામ સુવિધા છે, જેમાં એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના અલગ-અલગ ફૂલોના વૃક્ષો લગાવવામાં આવ્યા છે. બાળકોને રમવા માટે સુંદર ગાર્ડન બનાવ્યું છે, જેમાં રમત-ગમતના સાધનોથી લઈને બાળકોને કસરત કરવા માટેના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. બાળકો માટે મીની સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યું છે. બાળકોના શિક્ષણની સાથે સાથે અહીં અનેક તહેવારોની ઉજવણી પણ શાળામાં કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકનો જન્મ દિવસ પણ આજ શાળામાં સુરેશભાઈ પંચોલી શિક્ષક પોતાના ખર્ચે ઉજવે છે.

naidunia_image

પીવાના પાણી માટે આરો પ્લાન્ટ મશીન પણ લગાવવામાં આવ્યું છે તો બીજી તરફ સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી પણ આ શાળામાં ઉપલબ્ધ છે. સુરેશભાઈ પંચોલી શાળાના આચાર્ય હોવા છતાં કોઈ પણ શરમ રાખ્યા વગર શાળાની સફાઈ પણ જાતે કરે છે. રવિવારની રજા હોય કે કોઈ પણ જાહેર રજા હોય શાળાની મુલાકાત લેવા માટે તો પહેલા જ પહોંચી જતા સુરેશભાઈ શાળાને પોતાના પરિવાર તરીકે જ માને છે.

naidunia_image

શાળામાં અભ્યાસ કરતા 1 થી 5ના વર્ગોના બાળકોને લખતા વાંચતા દાખલા ગણતા સડસડાત આવડે છે. બાળકોને સારી શિક્ષા મળે જેથી બાળક ભવિષ્યમાં આગળ વધી સારી કારકિર્દી મેળવી શકે ખાનગી શાળાઓમાં મોટી ફી આપીને શિક્ષણ મેળવવામાં આવતું હોય જ્યારે ચોરામલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ખાનગી શાળાઓને પણ પાછળ મૂકે તે પ્રકારે શિક્ષણની સાથે મનોરંજન પણ આપવામાં આવે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.