વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રંગીન ઉજવણી, નવલખી મેદાન બન્યું વિશ્વના પતંગબાજોનું સંગમ સ્થળ

વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો, જેમાં દેશ-વિદેશના પતંગબાજોએ પોતાની કળાનો અદભૂત નજારો રજૂ કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 13 Jan 2026 03:30 PM (IST)Updated: Tue, 13 Jan 2026 03:30 PM (IST)
international-kite-festival-2026-at-vadodara-navlakhi-maidan-kite-flyers
HIGHLIGHTS
  • નવલખી મેદાન ખાતે યોજાયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
  • દેશ-વિદેશના પતંગબાજોએ કળાનો અદભૂત નજારો રજૂ કર્યો
  • 18 દેશોના 52 અને ભારતના મળી અંદાજે 100 પતંગબાજો

International Kite Festival 2026, Vadodara: વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના પતંગબાજોએ પોતાની કળાનો અદભૂત નજારો રજૂ કર્યો હતો. આ પતંગોત્સવમાં 18 દેશોના 52 પતંગબાજો તેમજ ભારતના 11 રાજ્યોમાંથી આવેલા અંદાજે 100 પતંગબાજોએ ભાગ લીધો હતો.

naidunia_image

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના (International Kite Festival) ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના દંડક, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના અનેક જાહેર પ્રતિનિધિઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા પતંગ ઉડાવી ઉત્સવની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની દિશામાં પતંગોત્સવની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

naidunia_image

18 દેશોના 52 પતંગબાજ, દર્શકો મંત્રમુગ્ધ થયા

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, ચિલી અને અમેરિકા સહિત 18 દેશોના 52 પતંગબાજો તેમજ ભારતના 11 રાજ્યોમાંથી આવેલા અંદાજે 100 પતંગબાજોએ ભાગ લઈ આકાશને અવનવી અને રંગબેરંગી પતંગોથી શોભાવી દીધું હતું.

naidunia_image

વિશિષ્ટ ડિઝાઇન-આકારની પતંગોથી આકાશ રંગાયું

વિવિધ દેશોના પતંગબાજોએ વિશિષ્ટ ડિઝાઇન અને આકારની પતંગો ઉડાવી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં ડ્રેગન, પક્ષી, કાર્ટૂન પાત્રો, રાષ્ટ્રીય પ્રતીકો તેમજ પરંપરાગત કલાત્મક પતંગોએ આકાશમાં અનોખી છટા પાથરી હતી. ખાસ કરીને વિદેશી પતંગબાજોની કલાત્મક કુશળતાએ બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

naidunia_image

સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ હાજરી આપી

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કારણે નવલખી મેદાન અને આસપાસના વિસ્તારમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, પરિવારજનો અને પ્રવાસીઓએ હાજરી આપી આ અનોખા દ્રશ્યનો આનંદ માણ્યો હતો. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ દ્વારા વડોદરાએ ફરી એકવાર સાંસ્કૃતિક શહેર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી હોવાનું સ્પષ્ટ થયું હતું.