GSEB SSC Result 2023: આ વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ 10નું 64.62 % પરિણામ આવ્યું છે. જેમાં વડોદરા (Vadodara)ના અનેક તારલાઓ સારા પરિણામ સાથે ચમકી ઉઠ્યા છે ત્યારે અંબે શાળાના ઝળહળતા તારલાઓએ આ વર્ષે ખૂબ સારા પર્સેન્ટાઈલ મેળવ્યા છે જેમાં લોન્ડ્રીનો વ્યવસાય ધરાવતા પિતાની પુત્રી આરુષી સાંખલાએ 99.38 પર્સન્ટાઈલ મેળવ્યા છે.
વડોદરાની અંબે વિદ્યાલય (Ambe Vidyalaya Vadodara)ની વિદ્યાર્થીની આરુષી સાંખલા એ જણાવ્યું હતું કે, આજે આવેલા ધોરણ 10ના પરિણામમાં મે 99.38 પર્સન્ટાઈલ મેળવ્યા છે. મારા પિતા લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકડાયેલા હોવાથી આખો દિવસ લોન્ડ્રીનું કામ કરે છે. તે આખો દિવસ કોન્ટ્રાક્ટ પર આવતા કપડા ધોવે છે. અભ્યાસમાં મને ખૂબ મહેનત કરાવે છે. મારે તેમની ઈચ્છા પૂરી કરવાની છે. મારા પિતાની ઈચ્છા મને ડોક્ટર બનાવવાની છે, પરંતુ મને એન્જીનીયરીંગમાં વધારે રસ હોવાથી આગળ હું એન્જીનિયરીંગ કરીશ.
દીકરીની ખૂબ મેહનત કરી અભ્યાસ કરાવતા આરુષી સાંખલાના પિતાએ જાણવ્યું હતું કે દીકરીની સફળતાથી મને ગર્વ છે. મારી દીકરીએ સવારે સાત વાગ્યાથી રાત્રના અગિયાર વાગ્યા સુધીનો એક ટાઈમ ટેબલ બનાવ્યો હતો અને ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કર્યો છે. તેને બધાનો સપોર્ટ છે, પણ તેણે જાતે મહેનત ન કરી હોત તો આટલું પરિણામ આવવું શક્ય ન બન્યું હોત. એટલે અમને એની સફળતા અને મહેનત પર ખુબ ગર્વ છે.
રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલ ધોરણ દસની પરીક્ષાના પરિણામ પ્રથમ વાર ધોરણ બાર સામાન્ય પ્રવાહ પહેલા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ગત વર્ષ કરતાં 1.3 ટકા વધુ છે. ગત વર્ષે 61.21% પરિણામ આવ્યું હતું, જયારે આ વર્ષે વડોદરા જિલ્લામાં 62.24% રિઝલ્ટ જાહેર થયું છે.