Dabhoi Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકા(Dabhoi Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, ડભોઇ નગરપાલિકા(Dabhoi Nagarpalika Election)ની કુલ વસતી 54895 છે. નગરપાલિકામાં કુલ 9 વોર્ડ અને 36 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 18 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 36 બેઠકો પૈકી 27 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 9 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.
વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 2 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અનુસૂચિત આદિજાતિ (ST) માટે 6 બેઠકો, જેમાં 3 મહિલા અનામત; અને પછાતવર્ગ (OBC) માટે 10 બેઠકો, જેમાં 5 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 9 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 27 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.
ડભોઇ નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો
| કુલ વસતી (2011 પ્રમાણે) | 54895 |
| કુલ વોર્ડની સંખ્યા | 9 |
| બેઠકોની સંખ્યા | 36 |
| કુલ સ્ત્રી બેઠકો | 18 |
| અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | 2(1 મહિલા અનામત) |
| અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | 6 ( 3 મહિલા અનામત) |
| પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા | 10 ( 5 મહિલા અનામત) |
| કુલ અનામત બેઠકો | 27 |
| સામાન્ય બેઠકો | 9 |
ડભોઇ નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો
| વોર્ડ નં | વોર્ડની વસતી | પ્રથમ બેઠક (મહિલા અનામત) | બીજી બેઠક (મહિલા અનામત) | ત્રીજી બેઠક | ચોથી બેઠક |
| 1 | 6333 | પછાતવર્ગ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 2 | 6242 | પછાતવર્ગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય |
| 3 | 6323 | અ.સૂ. જાતિ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | પછાતવર્ગ |
| 4 | 6303 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| 5 | 6054 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| 6 | 5587 | પછાતવર્ગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય |
| 7 | 5489 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 8 | 6646 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 9 | 5918 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | અ.સૂ. જાતિ | પછાતવર્ગ |
| કુલ | 54895 | ||||
