Colonel Sofiya Qureshi: જાણો કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુનસારા વિશે, મળી ચૂક્યો છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

શાયના સુનસારા પણ પોતાની જોડિયા બહેન કર્નલ સોફિયા કુરેશી જેટલી જ પ્રભાવશાળી વ્યક્તિ છે. વડોદરાની 'વન્ડર વુમન' તરીકે ઓળખાતી શાયનાએ રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 10 May 2025 03:27 PM (IST)Updated: Sat, 10 May 2025 03:27 PM (IST)
colonel-sofiya-qureshi-twin-sister-shyna-sunsara-known-as-vadodaras-wonder-woman

Colonel Sofiya Qureshi Twin Sister: હાલમાં ભારતના 'ઓપરેશન સિંદૂર'ને લઈને કર્નલ સોફિયા કુરેશીનું નામ દેશ-વિદેશમાં ચર્ચામાં છે. ભારતીય સેનાની 'કોર્પ્સ ઓફ સિગ્નલ્સ' સાથે જોડાયેલી સોફિયા એ બે મહિલા અધિકારીઓમાંની એક હતી, જેમણે 7 મેના રોજ ભારતની આ સફળ લશ્કરી કાર્યવાહી વિશે વિશ્વ સમક્ષ માહિતી આપી હતી.

'ઓપરેશન સિંદૂર' પછી, સોફિયા કુરેશીનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો તેની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સોફિયા કુરેશીની એક જોડિયા બહેન પણ છે, જે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂકી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે કર્નલ સોફિયા કુરેશીની એક જોડિયા બહેન પણ છે-શાયના સુનસારા. આજકાલ શાયના પોતાની બહેનની સફળતાથી ગર્વ અનુભવી રહી છે. તે સોશિયલ મીડિયા પર કર્નલ સોફિયાના વીડિયો શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી છે

શાયના સુનસાર કોણ છે?

શાયના સુનસારા પણ પોતાની જોડિયા બહેન કર્નલ સોફિયા કુરેશી જેટલી જ પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમની અનેક નોંધપાત્ર ઓળખ છે- તેઓ માતા છે, અર્થશાસ્ત્રી છે, ભૂતપૂર્વ આર્મી કેડેટ છે, ફેશન ડિઝાઇનર છે અને સાથે પર્યાવરણપ્રેમી પણ છે.

વડોદરાની 'વન્ડર વુમન' તરીકે ઓળખાતી શાયનાએ અનેક બ્યૂટી પેજન્ટના ખિતાબ જીત્યા છે, જેમ કે મિસ ગુજરાત, મિસ ઇન્ડિયા અર્થ 2017 અને મિસ યુનાઇટેડ નેશન્સ 2018. શાયનાએ રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને તેને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ મળ્યું છે.

ફેશન ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને 2018માં પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ, શાયના ગુજરાતમાં 1 લાખ વૃક્ષો વાવવાની પર્યાવરણીય પહેલ માટે પણ જાણીતી છે.

શાયના સુનસારાની પ્રતિક્રિયા

શાયના સુનસારાએ હિંદુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, તેમને કે તેમના પરિવારને એ ખબર નહોતી કે કર્નલ સોફિયા કુરેશી 'ઓપરેશન સિંદૂર' વિશે માહિતી આપવાની છે. એક સંબંધીએ ફોન કરીને ટીવી ચાલુ કરવા કહ્યું, ત્યારે જ તેઓને ખબર પડી. શાયનાએ કહ્યું કે, આ ક્ષણ માત્ર અમારા માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ હતી. આપણી સરકાર અને પીએમ મોદીએ શાનદાર પ્રતિસાદ આપ્યો.