Vadodara: ગૌમાંસના સમોસાના વેચાણ કેસમાં ગૌ માંસ સપ્લાય કરનાર આરોપીની ધરપકડ, દરરોજ 300 કિલો ગૌમાંસમાંથી બનેલા સમોસાનું કરતો હતો વેચાણ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 08 Apr 2024 08:44 PM (IST)Updated: Mon, 08 Apr 2024 08:48 PM (IST)
accused-beef-supplier-arrested-in-beef-samosa-sale-case-selling-300-kg-beef-samosas-every-day

Vadodara: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં છીપવાડ સ્થિત આવેલ ન્યુ હુસેની સમોસા સેન્ટર ખાતે દુકાન સંચાલક પિતા પુત્ર ગૌમાંસનો ઉપયોગ કરી તેમાંથી સમોસા બનાવી ઉંચા ભાવે શહેરમાં વેચાણ કરાતું હોવાની મળતા પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી દરોડો પાડતા હાઇટેક મશીનરી વડે ગૌમાંસને ક્રશ કરી ગૌમાંસ ભરેલા કાચા સમોસા બનાવવાની કામગીરી ચાલી રહીં હતી.

પોલીસે કાચા સમોસા બનાવવાનો મીટ નો 152 કિલો જથ્થો 61 કિલો માંસ વાળા સમોસા પણ મળી કુલ 326 કિલો માંસનો જથ્થો જપ્ત કરી માંસના નમૂના સુરત ખાતેની લેબ માં મોકલાતા આ જપ્ત કરેલ માંસ ગૌ માંસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દુકાન સંચાલક પિતા પુત્ર અને ચાર કારીગર સહીત છ આરોપીઓ ની ધરપકડ કરી હતી.

naidunia_image

આ અંગે ડીસીપી પન્નાબેન મોમાયાએ જાણવ્યું હતું કે, 6 એપ્રિલ ના રોજ બાતમીને આધારે પાણીગેટ ખાતે હુસેની સમોસા સેન્ટર પર રેડ કરી હતી 300 કિલો થી વધુ માસ નો જથ્થો મળી આવ્યો હતો એફ.એસ.એલ ની તપાસમાં આ માંસ ગૌ માંસ હોવાનું બહાર આવ્યું હતું દુકાન માલિક યુસુફ શેખ અને નઈમ શેખ અને દુકાનમાં કામ કરતા 4 લોકો સહિત 6 લોકો ની ધરપકડ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી 3 દિવસ ના રિમાન્ડ માંગતા કોર્ટે 1 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.

naidunia_image

રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછતાછ માં આ ગૌમાંસ નો જથ્થો તેમને ભાલેજનો ઇમરાન કુરેશી સપ્લાય કરતો હોવાની કબૂલાત કરતા ભાલેજના સપ્લાયર ઇમરાન કુરેશીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

naidunia_image

દુકાન સંચાલક યુસુફના પિતા પણ સમોસા વેંચતા હતા. એટલે આ પરિવાર ઘણા સમયથી ગૌ માંસના સમોસાનું વેંચતા કરતા હોવાનું લાગી રહ્યું છે. ગૌ માંસનો જથ્થો ભાલેજના ઇમરાન કુરેશી પાસેથી લાવતા હતા અને પિતા પુત્ર છીપવાડમાં ઘરે જ ગૌ માંસના કાચા સમોસા બનાવી અલગ અલગ દુકાનદારોને વેચતા હતા.

naidunia_image

તપાસ દરમિયાન આ આરોપી પિતા પુત્ર પાસે પાલિકાનું ગુમાસ્તા ધારાનું લાયસન્સ પણ નથી અને નફો કમાઈ લેવાની લ્હાયમાં અન્ય માંસ કરતા ગૌ માંસ સસ્તું મળતું હોય ગૌ માંસના સમોસા વેંચતા હતા.

તમામ આરોપીઓ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે મહમદ યુસુફ ફકિર મોહમદ શેખ, મહમદ નઇમ મહમદ યુસુફ શેખ, મહમદ હનીફ ગનીભાઈ ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબુબશા હબદાલ, મોબીન યુસુફભાઈ શેખ અને ઇમરાન કુરેશીની કરી છે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે