આજે ટેકનોલોજીના જમાનામાં લોકો મોટા ભાગનો સમય સોશિયલ મિડીયા પાછળ પસાર કરે છે જો ટેકનોલોજીનો સદઉપયોગ કરતા આવડી ગયો તો અનેક ખર્ચા અને સમય બચી જાય છે સાથે જ નવુ-નવુ શિખવા પણ મળે છે. જે સાબિત કરી બતાવ્યુ છે. વડોદરાની બરોડા હાઇસ્કૂલ જૂનિયર-2નાં વિદ્યાર્થીએ માત્ર ટેકનોલોજીનો સદઉપયોગ કરી ધોરણ 10 માં સફળતા પ્રાપ્ત કરી છે. વિધાર્થી એ માત્ર યુટ્યુબ થકી મેથ્સ અને સાયન્સનો અભ્યાસ કર્યો અને મેથ્સમાં 97 અને 98 માર્ક મેળવ્યા છે ટ્યુશન ક્લાસીસ વિના જ માત્ર ટેક્નોલોજી નો ઉપયોગ કરી સારું પરિણામ મેળવ્યું છે.
માત્ર ટેકનોલોજીનો સદઉપયોગ કરી ધોરણ 10માં સફળતા પ્રાપ્ત કરનાર ધોરણ 10ના વિધાર્થી ધૃપતસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, ધીમે ધીમે ખબર પડી કે ટ્યુશન જવા કરતાં સેલ્ફ સ્ટડીમાં વધારે આગળ જઇ શકાય છે ટ્યુશન કરવામાં વધારે સમય બગડી જતો હતો. સેલ્ફ સ્ટડી પર વધારે ફોક્સ થતુ ન હતુ. જેથી યુટ્યુબ પર જ વધારે ધ્યાન આપ્યુ હતુ. હું રાત્રે 3 વાગ્યે ઉઠીને મોબાઇલમાં યુટ્યુબ પરથી લેક્ચર જોતો હતો. ધોરણ 9નાં વેકેશનમાંથી ટ્યુબ જોવાનું શરૂ કર્યુ હતુ અને કરિયરની તમામ વસ્તુ યુટ્યુબ પર મળી રહે છે બસ આપણે શોધતા આવડવી જોઇએ.
માત્ર યુટ્યુબથી અભ્યાસ કરી ધોરણ 10માં સારું પરિણામ લાવનાર વિધાર્થી ધૃપતસિંહના પિતાએ જણાવ્યુ હતુ કે, મારા પુત્રએ ધોરણ 10ના પરિણામમાં સારો સ્કોર મેળવ્યો છે અને એ પણ કોઈ ટ્યૂશન કલાસ વગર માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મારો પુત્ર રાત્રે 3 વાગ્યે ફ્રી ડેટા મળતા હોવાથી તેનો સદઉપયોગ કરી રાત્રે 3 વાગ્યે ઉઠીને મોબાઇલમાં યુટ્યુબ પરથી લેક્ચર જોતો હતો. આજની યુવાપેઢી માટે ધૃપતસિંહ એક પ્રેરણારૂપ બની ગયો છે. જો ટેકનોલોજીનો ખરેખર સદઉપયોગ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ સરળ બની જતી હોય છે.