Vadodara: નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને પાવીજેતપુરના ખટાસ ગામમાં ખેડૂતને ત્યાં રેડ પાડવામાં આવી હતી અને રૂ. 4.05 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે વડોદરામાંથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સાથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે રહેતા ખેડૂતને ત્યાં સાત જેટલા ઈસમો બે ફોર વ્હીલર અને એક બાઈક ઉપર નકલી ઇન્કમટેક્સ અધિકારીના સ્વાંગમાં આવીને ખેડૂત ના ત્યાં સાત ભેજાબાજોએ નકલી રેડ પાડી હતી. આ ભેજાબાજો ખેડૂતો પાસેથી રૂ. 4.05 લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં ખેડૂતે કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. બાતમીદારો તથા ટેકનીકલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આરોપીઓનું પગેરૂ મેળવવામાં પોલીસે સફળતા મળી હતી.
પોલીસે આ બનાવમાં વડોદરા શહેરના ગાય સર્કલ નજીક પ્રોડક્ટિવિટી રોડ ખાતે રહેતા નિશાંત બિપીનભાઈ શાહની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે. નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકીએ અત્યારસુધીમાં કેટલાને છેતર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.
આરોપી નિશાંત શાહ પાસેથી પોલીસે 3 લાખ રૂ., ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, બાઈક, મોબાઇલ ફોન તથા અન્ય દસ્તાવેજો મળી કુલ 8.85 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા એક સાપ્તિહિકના તત્રી દિપક ચંદ્રકાંત કંદોઇ ફરાર છે. જેની ધરપકડ કરવા એલસીબી છોટાઉદેપુર તથા સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે.