Vadodara: ફ્લિપકાર્ટ ઓનલાઇન શોપિંગ દરમિયાન ગ્રાહકોને મટીરીયલ પહોંચાડતી કુરિયર કંપનીમાં ડિલિવરી બોય અને અગાઉ કામ કરતાં કર્મચારીએ 3.02 લાખ ઉપરાંતની કિંમતના એપલ કંપનીના 12 નંગ એરપોર્ડસ ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગજ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રમેશ બંદ્રીપ્રસાદ સુખલા નામના શખ્સે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે, 4 સારથી કોમપ્લેક્ષ નુતન ભારત કલંબની સામે, અલકાપુરી વડોદરા ખાતે આવેલી ઇન્ટાકાર્ડ નામની કુરીયરની ઓફિસમા ટીમ લીડ તરીકે નોકરી કરૂ છુ. આ અમારી ઓફિસમા જે કોઇ ગ્રાહક ફ્લીપકાર્ડ એપમા કોઇ પણ ચીજ વસ્તુનો ઓર્ડર કરી મંગાવે તે પાર્સલ અમારી ઓફિસે કંપની તરફથી ટ્રાન્સપોર્ટ મારફતે આવે છે.
જે-તે માલ અમારી ઓફિસે જમા કરી જે-તે ગ્રાહકે જે માલ મંગાવેલો હોઇ તે ગ્રાહકના ઘરે અમારી ઓફિસેથી ડીલવરી બોય મારફતે જે-તે ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાનુ કામ કરવામા આવે છે. આ અમારી ઓફિસમા અંદાજે ચાલીસ જેટલા છોકરા ડીલીવરી બોય તરીકે કામ કરે છે.
આ અમારી ઓફિસમા અગાઉ ઓકટોમ્બર 2022મા એપલના પાર્સલો આવ્યા હતા. તેની ગણતરી કરતા અમને અમુક પાર્સલ ઓછા જણાયા હતા. નવેમ્બર 2022મા પણ પાર્સલ આવ્યા હતા અને તેની ગણતરી કરતા ઓછા જણાયા હતા. જેથી હું આ ઓફિસમા જવાબદાર વ્યક્તિ હોઇ મે ખાનગી રાહે વોચ રાખી તપાસ હાથ ધરી હતી. જેમાંઅમારી કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો અંકિત અંબાલાલ રોહિત નામનો છોકરો એપલ કંપનીનું એક એપલનું એરપોર્ટસ ચોરી કરતો પકડાઇ ગયો હતો.
જેથી મેં આ અંગે અમારી ઓફિસમા નોકરી કરતા દીપેશ પરદેશી તથા ચિંતન ભટ્ટને જાણ કરી હતી. બાદમાં અમે અમારી ઓફિસના સ્ટોક સીસ્ટમમાં ખાત્રી ખરાઇ કરતા ઓકટોમ્બર 2022થી તા. 21 જાન્યુઆરી 2023 સુધીમાં એપલ કંપનીના 12 એરપોર્ડ્સની ચોરી થયાનું બહાર આવ્યું હતું. જેની કુલ કિંમત 3,02,665 છે. આ ચોરી અંકિત અને અગાઉ અમારી ઓફિસમાં કામ કરતા વરૂણ પટેલે કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.