Surendranagar: લીમડીમાં પ્રેમ પ્રકરણમાં પરિણીત યુવકનો આપઘાત, અંતિમ વીડિયો બનાવી ગળેફાંસો ખાધો

પોતાના અંતિમ શબ્દોમાં યુવક ગુજરાત સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખતો હોવાનું જણાવ્યું. જ્યારે તેના પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી ન્યાયની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Jun 2025 10:44 PM (IST)Updated: Wed, 18 Jun 2025 10:44 PM (IST)
surendranagar-news-man-commit-suicide-due-to-love-affairs-in-limbadi
HIGHLIGHTS
  • મૃતકની પત્નીની ફરિયાદના આધારે પ્રેમિકા સહિત 4 સામે ગુનો દાખલ

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પરિણીત યુવકે પ્રેમ પ્રકરણના પગલે ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે. યુવકે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેણે પોતાના આપઘાત પાછળના કારણનો ઉલ્લેખ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આપઘાત કરીને આયખું ટૂંકાવનાર યુવકને રાજકોટની એક યુવતી સાથે પ્રેમસબંધ હતો. જો કે યુવતીના પરિવારજનો યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતા હતા. જેનાથી કંટાળીને યુવકે ગળે ફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે.

પોતાના અંતિમ વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે,

હું અત્યારે મરવા જઈ રહ્યો છું. મને ખોટી રીતે કેસ કરીને ફસાવવામાં આવ્યો છે. ગણપતભાઈ ચાવડા, તેમના ઘરેથી હંસાબેન ચાવડા અને હંસાબેનના ભાઈ દેવજીભાઈ પરમાર ત્રણેય ખોટી રીતે કેસ કરીને ફસાવ્યો છે. મને ધમકાવી રહ્યા છે. મને મરવા માટે મજબૂર કરે છે. આ ત્રણેયના કારણે મારે મરવું પડે છે. હું અત્યારે આત્મહત્યા કરું છુ. મર્યા પછી મને ન્યાય મળે, તેવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખું છું.

હાલ તો આ સમગ્ર મામલે મૃતકની પત્નીએ પ્રેમિકા સહિત 4 વ્યક્તિઓ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવકના પરિવારજનો લીમડીની હોસ્પિટલ ખાતે એકઠા થઈને ન્યાયની માંગણી કરી રહ્યાં છે.