સુરતના વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

સુરતના વાય જંકશન ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને 'સેવા જ્યોતિ યાત્રા' યોજાઈ, જેમાં પીએમ મોદીના ૨૫ વર્ષના સુશાસનની ઉજવણી કરાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 03:49 PM (IST)Updated: Wed, 07 Oct 2026 03:49 PM (IST)
surat-y-junction-cr-paatil-seva-jyoti-yatra-viksit-bharat-sankalp-sabha-pm-modi-25-years-governance

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. સેવા, સંકલ્પ અને વિકાસની સામૂહિક ભાવનાને ઉજાગર કરતી ‘સેવા જ્યોતિ યાત્રા’માં મહાનુભાવોના હસ્તે સેવા જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી અને હાથમાં મશાલ સાથે યાત્રામાં સૌ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

પીએમ મોદીના સુશાસનના 25 વર્ષ

સુરતના પીપલોદના વાય જંકશન પાસે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 7મી ઓક્ટોબર 2001થી શરૂ કરેલી 'હેડ ઓફ ધ ગવર્નમેન્ટ'- સરકારના વડા તરીકે વડાપ્રધાનની સુશાસનની યાત્રાના સફળ 25 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે કુલ 25 વર્ષ સુધી દેશ અને રાજ્યની સેવા કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકો વિકાસના સંકલ્પો લઈને એકસાથે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાનના વિકસિત ભારતનો સંકલ્પ જનઆંદોલન બની રહ્યો છે. સેવા જ્યોતિ યાત્રા સેવાની ભાવનાને વિકાસના સંકલ્પ સાથે જોડતી અને જનભાગીદારીને વિકાસની શક્તિ બનાવતી એક પહેલ હોવાનું મંત્રીએ કહ્યું હતું.

પીએમ મોદી દેશની નવી આશાનું કિરણ- સી.આર પાટીલ

વધુમાં તેમણે કહ્યું કે, 2014માં જ્યારે દેશનું નેતૃત્વ નબળું અને દિશાહીન બની ગયું હતું તથા લોકો નિરાશામાં ડૂબી ગયા હતા, ત્યારે નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને એક નવી આશાનું કિરણ મળ્યું. વડાપ્રધાનએ લોકોની અપેક્ષાઓ કરતાં પણ વધુ કામ કરીને સર્વાંગી વિકાસની વ્યાખ્યા, ગુણવત્તા અને ગતિ સાબિત કરી છે. યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત સહિત દરેક વર્ગ માટે યોજનાઓ બનાવી તેમને આર્થિક મદદ અને પગભર કરવાના સફળ પ્રયાસો કર્યા છે.

વિકાસની યાત્રામાં યોગદાન આપવા અનુરોધ

વડાપ્રધાનના શાસનકાળમાં પ્રજાએ ક્યારેય પણ પોતાની માંગણીઓ માટે સરકાર સામે કોઈ આંદોલન કરવું પડ્યું નથી, કારણ કે તેમની દરેક જરૂરિયાત માંગણી પહેલા જ પૂર્ણ કરવામાં આવી છે એમ જણાવી સી.આર.પાટીલે પાટિલે 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રધાનમંત્રીના

"We will do it" - આપણે તે કરીશું’

ના મંત્ર સાથે સૌને વિકાસની યાત્રામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

શહેરીજનો, વિદ્યાર્થીઓ અગ્રણીઓ પદયાત્રામાં જોડાયા

સ્વાગત પ્રવચન કરતા શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે, સુરતથી પ્રજ્વલિત થયેલી વિકાસ જ્યોતિથી તાલુકા અને ગામડાંઓ સુધી ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને જન-જન સુધી પહોંચશે. બાળપણથી જ રાષ્ટ્રસેવાના સંસ્કારો અને યુવાવયે જાહેરજીવનમાં પદાર્પણ કરનાર વડાપ્રધાનએ આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. તેમના નેતૃત્વમાં ભારતને દેશ અને દુનિયામાં આગવી ઓળખ મળી છે.

બેન્ડ-વાજાની સુરાવલિઓ અને વિવિધ સરકારી યોજનાઓના પ્લેકાર્ડ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ, મંડળો, ઉદ્યોગ એસોસિએશનો, સહકારી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં આ ‘સેવા જ્યોતિ પદયાત્રામાં હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.

  • વાય જંક્શનથી રાહુલરાજ મોલ સુધીની યાત્રામાં સુરત ઉત્તર, કતારગામ, સુરત પશ્ચિમ, ઓલપાડ, સુરત પૂર્વ અને મજુરા વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા
  • વાય જંક્શનથી સોમેશ્વર જંક્શન સુધીની યાત્રામાં કરંજ, વરાછા, કામરેજ, ઉધના, ચોર્યાસી અને લિંબાયત વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા.
  • વાય જંક્શનથી ONGC જંક્શન સુધીની યાત્રામાં ગ્રામ્ય વિધાનસભાના જનપ્રતિનિધિઓ જોડાયા હતા.