Surat News: સુરતમાં લાભ પાંચમ પર શુભ મુહર્તમાં વેપારીઓએ વેપાર ધંધાની શરૂઆત કરી છે. ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓએ વેપારના શ્રી ગણેશ કર્યા છે. રવિવાર છતાં લાભ પાચમને લઈ શુભ મુહૂર્તમાં વેપારીઓએ પૂજા અર્ચના કરીને ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા. નવા વર્ષમાં વેપારમાં વૃદ્ધિ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરાઈ હતી.
ડાયમંડ અને ટેકસ્ટાઈલ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાં આજે લાભ પાંચમના પવિત્ર અને શુભ મુહૂર્તમાં વેપારીઓએ ઉત્સાહભેર પોતાના વેપાર-ધંધાની શરૂઆત કરી હતી. દિવાળીના વેકેશન બાદ ધંધાના આરંભ માટે લાભ પાંચમનો દિવસ અતિ શુભ ગણાય છે, ત્યારે શહેરના રીંગરોડ સહિતના મુખ્ય ટેક્સટાઇલ માર્કેટમાં સવારથી જ રોનક જોવા મળી હતી.
રવિવાર હોવા છતાં વેપારીઓએ શુભ મુહૂર્ત ચૂક્યા વગર દુકાનો અને ઓફિસો ખોલીને પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરી ધંધા રોજગારની શરૂઆત કરી હતી, આજે વેપારીઓએ લાભ પાંચમના દિવસે ધંધા રોજગારનું મુહૂર્ત કર્યું હતું. ધંધાના સ્થળે ભગવાનના આશીર્વાદ લઈને સૌએ નવા વ્યવસાયિક વર્ષનો પ્રારંભ કર્યો હતો. વેપારીઓએ નવા વર્ષમાં વેપારમાં વૃદ્ધિ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.
