સુરતમાં મહેસૂલી કર્મચારીઓ માસ CL પર ઉતર્યા: પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિત 14 પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

જ્યાં સુધી સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Oct 2026 02:36 PM (IST)Updated: Mon, 05 Oct 2026 02:36 PM (IST)
surat-revenue-employees-strike-over-promotion-fixed-pay-transfer-pending-demands
મહેસૂલી કર્મચારીઓ માસ CL પર ઉતર્યા

Surat Revenue Employees Strike: સુરતમાં મહેસૂલી કર્મચારીઓએ 14 જેટલી પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. વધુમાં, કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે.

સુરત જિલ્લા મહેસુલી મંડળના ઉપપ્રમુખ અને નાયબ મામલતદાર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારી મુખ્યત્વે 14 માંગણીઓ છે, જેમાં મુખ્ય માંગણી મહેસુલી તલાટીનો જોબ ચાર્ટ છે. તંત્રએ જે જોબ ચાર્ટ બનાવ્યો છે એમાં અન્ય ડિપાર્ટમેન્ટની કામગીરી તલાટીનાજોબ ચાર્ટમાં નાખવામાં આવી છે, તે સત્વરે દૂર કરવામાં આવે.

બીજી માંગણી બદલી અંગેની છે. તાજેતરમાં મેહસુલી તલાટી અને ક્લાર્કને પ્રમોશન આપવામાં આવ્યા છે. તેમાં તેઓને મૂળ વતન જિલ્લાથી 400 કિલોમીટર દૂર મોકલવામાં આવ્યા છે. જે તે જિલ્લામાં જગ્યા હોવા છતાં સરકારે આ નિર્ણય કર્યો છે, એ ખૂબદુ:ખદ છે. જ્યાં સુધી સરકાર આનો કોઈ ચોક્કસ નિવેડો નહીં લાવે ત્યાં સુધી તમામ મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર રહેવાના છીએ.

naidunia_image

સુરતમાં વિરોધ પર બેઠેલા અન્ય એક નાયબ મામલતદારે જણાવ્યું કે, અમારી ઘણા સમયથી પડતર માંગણીઓ છે, જેનું સરકાર તરફથી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી આજે અમે માસ CL પર ઉતર્યા છીએ. અન્ય વિભાગોમાં બઢતીને બાબત આવે ત્યારે 5 કે 7 વર્ષે પ્રમોશન મળી જતા હોય છે. જ્યારે અમારા વિભાગમાં 2012 ની નાયબ મામલતદારની બેચના કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી નાયબ મામલતદાર જ છે, જે ખરેખર અન્યાય કહી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, કર્મચારીના જેમ બીજા બધા અધિકાર છે, તેમજ સમયે પ્રમોશન પણ મૂળભૂત અધિકાર ગણી શકાય. જે ન મળવાને કારણે કર્મચારી ઘોર નિરાશાનો સામનો કરતો હોય છે. 2012 ની બેચ 15 વર્ષથી વનવાસ ભોગવી રહી છે. સતત નિરાશાનો સામનો કરતી વ્યક્તિ પર કામની અસર પડતી હોય છે, જે ખરેખર ન પડવી જોઈએ.

જ્યારે કોઈપણ પ્રકારની તાકીદની કામગીરી હોય ત્યારે સરકારને પહેલો મહેસુલ વિભાગ યાદ આવે છે. પણ એ જ કામ કરતા કર્મચારીઓને જ્યારે ન્યાય આપવાની બાબત આવે છે ત્યારે અમે હંમેશા સૌથી છેલ્લે હોઈએ છીએ. સરકારે આ બાબતે વિચારવું જોઈએ.