Surat News: સુરત શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ સતત ખડેપગે ફરજ બજાવી હતી દરમ્યાન ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ સુરત જિલ્લામાં પોલીસકર્મીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને સુરત શહેર અને જિલ્લામાં પોલીસ સતત ખડેપગે ફરજ બજાવી રહી હતી. ગતરોજ ગણેશ વિસર્જન હોય પોલીસ આખો દિવસ ખડેપગે બંદોબસ્તમાં હતી. દરમ્યાન સુરત શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું હતું. સવારથી જ ગણેશ વિસર્જનને લઇને ખડેપગે રહેલા પોલીસ કર્મીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સુરત ગ્રામ્ય DYSP આર.આર સરવૈયા સહિતના પોલીસકર્મીઓ ગરબે ઘૂમ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Surat Police: સુરતમાં ગણેશ વિસર્જનના આખો દિવસ ખડેપગે ફરજ બજાવી, વિસર્જન બાદ પોલીસકર્મીઓ મનમુકીને ગરબે ઘૂમ્યાhttps://t.co/Gh83y227uR#suratpolice #ganeshvisarjan2024 #GaneshVisarjan #gujarat pic.twitter.com/pwMCGn3HUi
— Gujarati Jagran (@gujaratijagran) September 18, 2024
મહત્વનું છે કે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર પર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા સતત ખડેપગે ફરજ બજાવવામાં આવી હતી. પોલીસની કામગીરી પણ ખુબ જ સરાહનીય રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો પૂર્ણ થયા બાદ પોલીસે પણ ઉજવણી કરી હતી અને મનમુકીને ગરબે ઘૂમતા નજરે ચઢ્યા હતા.
