Surat: ડ્રાઈવિંગ ટેસ્ટ માટે હવે રાહ જોવી પડશે નહીં, RTO કચેરીમાં બે શિફ્ટમાં કામગીરી શરુ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 07 Oct 2023 02:44 PM (IST)Updated: Sat 07 Oct 2023 02:44 PM (IST)
surat-no-more-waiting-for-driving-test-rto-office-starts-working-in-two-shifts-209705

Surat News: સુરત RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર આવતાં ટુવ્હીલરની ટેસ્ટ માટે બે શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં પ્રથમ શિફ્ટ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યાસુધી અને બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની રહેશે. ડબલ શિફ્ટની કામગીરીના કારણે રોજની 150થી વધુ એપોઇન્ટમેન્ટમાં વધારો થયો છે.

સુરત ઇન્ચાર્જ આરટીઓ આકાશ પટેલે જણાવ્યું હતું કે, સુરત RTO કચેરીમાં ટેસ્ટ ટ્રેકની કાર્યવાહી ટુવ્હીલર અને ફોરવ્હીલર માટે ડબલ શિફ્ટમાં કરવામાં આવી રહી છે. ટુવ્હીલરને લઈને લોકોનો ઘસારો હતો. તેમજ લોકોને એપોઇન્ટમેન્ટ મેળવવામાં તકલીફ પડે નહીં તેને લઈને સરકાર દ્વારા પ્રજાલક્ષી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં પ્રથમ શિફ્ટ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધીની રહેશે. આ ડબલ શિફ્ટના કારણે લોકોને એપોઇમેન્ટ પણ તરત મળી રહેશે અને તેઓની કામગીરી પણ સમાન દિવસે પૂર્ણ થશે. ડબલ શિફ્ટની કામગીરીના કારણે રોજની 150થી વધુ એપોઇન્ટમેન્ટમાં વધારો થયો છે. જેથી વેઈટીગ સમયગાળો જે 10 દિવસ સુધીનો હતો તેમાં પણ હવે ઘટાડો પણ થયો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.