OPEN IN APP

VIDEO: સુરતમાં રૂ. 6.44 કરોડમાં તૈયાર થઈ સૂર્યમુખી આકારની ડાયમંડ વીંટી, ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

By: Sanket Parekh   |   Tue 18 Apr 2023 06:29 PM (IST)
surat-news-sunflower-shaped-diamond-ring-enters-in-guinness-book-of-world-records-118405

સુરત
વિશ્વભરમાં ડાયમંડ અને જ્વેલરી માટે પ્રખ્યાત સુરત શહેરમાં એક એવી વીંટી તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. રિસાયકલ સોનાનો ઉપયોગ કરીને સૂર્યમુખી જેવી વીંટી તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત 6.44 કરોડ રૂપિયાની છે. આ વીંટી આટલી હદે આકર્ષક અને યુનિક છે કે, તે ગેનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સુરત હંમેશાથી અવનવી ડાયમંડની જ્વેલરી તૈયાર કરી વિશ્વને આશ્ચર્યમાં મૂકી દે છે. આ વખતે પણ એક કરોડો રૂપિયાની ડાયમંડ વીંટી જોઈ ચોક્કસથી લોકોની આંખમાં ચમક આવી જશે. સુરતના એચ.કે ડિઝાયર્સ દ્વારા તૈયાર કરાયેલી આ વીંટીની વાત કરવામાં આવે તો, એમાં 50,907 હીરા લગાડવામાં આવ્યા છે. 460.55 ગ્રામ ગોલ્ડ તેમજ 130.19 કેરેટના હીરાથી આ અદભૂત વીંટી તૈયાર કરવામાં આવી છે.

50907 વૃક્ષો ઉગાવીશું
આ અંગે હરિકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, આ ખાસ વીંટી એક ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ ડાયમંડ રિંગને તૈયાર કરવામાં આવી છે. અમારી કંપની દ્વારા એક હીરાને સામે એક વૃક્ષ લગાવવામાં આવશે. એટલે આ રિંગમાં 50,907 હીરા છે તેથી અમે 50907 વૃક્ષો ઉગાવીશું.

પતંગિયાની ડિઝાઇન પણ તૈયાર
ઉલ્લેખનીય છે કે, આ આકર્ષક રિંગને તૈયાર કરવા માટે સંપૂર્ણપણે રિસાયકલ કરેલા સોનાને વાપરવામાં આવ્યા છે. આર રિંગ બનાવવા માટે 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યા છે. રિંગ બનાવતી વખતે કુલ 8 જેટલા ભાગમાં તેને વેચવામાં આવી છે. આ રિંગની ડિઝાઇન સૂર્યમુખીની પાંખો છે. જેમાં પતંગિયાની ડિઝાઇન પણ તૈયાર કરાઈ છે. જેથી તે ખૂબ જ આકર્ષક લાગે છે. આ રિંગ બનાવતા કુલ 9 મહિનાનો સમય લાગ્યો છે. કંપની તરફથી ટાર્ગેટ હતો કે, આ રિંગમાં 50,000થી વધારે હીરા લગાવવામાં આવે એટલે ડિઝાઇન તૈયાર કરવામાં 4 મહિના લાગ્યા હતા.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.