Surat: રીંગ રોડ બ્રિજ પર એસ.ટીના ડ્રાઈવરે રોંગ સાઈડમાં પુરપાટ બસ હંકારી લોકોના જીવ જોખમમાં મૂક્યા, કાર્યવાહીના આદેશ અપાયા

બ્રિજ પરથી પસાર થતાં કારના ડ્રાઈવરે પોતાના મોબાઈલ કેમેરામાં રોંગ સાઈડમાં જતી બસનો વીડિયો કેદ કરીને પોસ્ટ મૂકતા વાયરલ થયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 25 Nov 2025 04:20 PM (IST)Updated: Tue, 25 Nov 2025 04:20 PM (IST)
surat-news-st-bus-driver-wrong-side-on-ring-road-bridge-video-goes-viral
HIGHLIGHTS
  • ઝાલોદ ડેપોની બસ હોવાનું સામે આવ્યું
  • બસ રીલિફ માટે આપી હતી

Surat: સુરત શહેરના રીંગ રોડ બ્રિજ પર એસ.ટી બસના ચાલકે રોંગ સાઈડમાં પુરપાટ હંકારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે બસના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શહેરના રીંગ રોડ પર આવેલા બ્રિજ પરથી મોડી રાતના સમયે એસટી બસના ડ્રાઈવરે બ્રિજ પર રોંગ સાઈડમાં પુરપાટ બસ હંકારી હતી. આ દરમ્યાન બ્રિજ પરથી પસાર થતા કાર ચાલકે આ વીડિયો પોતાના મોબાઈલ કેમેરા કંડારી લીધો હતો. જે સોશિયલ મીડિયા વાયરલ થયો હતો. આખા બ્રીજ પર એસટી બસના ચાલકે રોંગ સાઈડમાં બસ હંકારી હતી.

સુરતનો રિંગરોડ બ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે, જ્યાં દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે. આવા વ્યસ્ત બ્રિજ પર રોંગ સાઈડમાં બસ ચલાવવી એ ટ્રાફિકના નિયમોનું માત્ર ઉલ્લંઘન નથી, પરંતુ સામેથી આવતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ પણ ઊભું કરે છે. સદભાગ્યે, આ ઘટના રાત્રે બની હોવાથી કોઈ મોટો અકસ્માત થયો ન હતો.

આ અંગે સુરત એસટી વિભાગીય નિયામક પી.વી ગુર્જરે જણાવ્યું કે, બસમાં ઝાલોદનો ડ્રાઈવર હતો અને બસ રીલીફ માટે આપી હતી અને આ મામલે એક્શન લેવાના ઝાલોદ ડેપોને આદેશ આપવામાં આવ્યા છે.