Surat: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા અને મનપામાં ચોથા વર્ગના કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો દ્વારા મૃતકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવા સાથે અને ન્યાયની માંગ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની વિનોદભાઈ જાવડે (40) પરિવાર સાથે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હતા અને મનપામાં ચોથા વર્ગના કમર્ચારી તરીકે ફરજ બજાવતા હતા.
ગઈકાલે વિનોદભાઈ ગતરોજ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે પરિવારજનો દ્વારા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી. આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પડધરીની કૌર્ટમાં પ્રૌઢાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર તાલુકાના ફલ્લા ગામે રહેતા પુરીબેન ઉર્ફે જયાબેન બાબુભાઇ ચાવડા (ઉ.વ.55) નામના પ્રૌઢા આજે સવારે પડધરી કોર્ટમાં ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં પ્રૌઢાને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ અને પતિ નિવૃત્ત હોવાનુ જાણવા મળ્યુ છે. પુરીબેને તેમના પિતા કરશનભાઇ મુળાભાઇની મેટોડામાં આવેલી 42 વિઘા જમીનમાં ભાગ મળેવવા માટે વર્ષ 2022માં કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. દાવો ચાલુ હોવા છતા તેના પિતાએ વર્ષ 2025માં આ જમીન વેંચી નાખી હોવાથી પુરીબેને વાંધા અરજી કરી હતી. આ દરમિયાન ગઇકાલે કોર્ટે ચૂકાદો આપતા પુરીબેનનો દાવો ફગાવી નાખ્યો હતો. જેથી આજે તેઓ કોર્ટમાં કાગળો લેવા ગયા હતા, ત્યારે કોર્ટની અંદર જ ફિનાઇલ પી લેતા દોડધામ મચી જવા પામી હતી.
